ભારત કોઇપણ સ્થિતિનો સામનો કરવા તૈયારઃ એર ચીફ માર્શલ
બેંગ્લુરૂ, બેંગ્લુરમાં એર ઇન્ડિયા શો ૨૦૨૧ અને ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર જારી તનાવ વચ્ચે વાયુસેના પ્રમુખે આજે કહ્યું કે સીમા પર સુરક્ષા દળોની યોગ્ય તહેનાતી કરવામાં આવી છે.એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે રાફેલ વિમાનોના આવવાથી ચીનની ચિંતા વધી ગઇ છે.
તેમણે કહ્યું કે ચીને પૂર્વ લદ્દાખની પાસેના ક્ષેત્રોાં પોતાના જે ૨૦ લડાકુ વિમાન તહેનાત કર્યા હતાં પરંતુ જયારે અમે આ ક્ષેત્રમાં રાફેલ તહેનાત કર્યા તો તે પાછળ ચાલ્યા ગયા
તેમણે કહ્યું કે વર્તમાન દૌરમાં ભારત અને ચીનની વચ્ચે વાતચીત ચાલી રહી છે બધુ એ વાત પર નિર્ભર કરે છે કે વાતચીત કેવી ચાલે છે જેટલી ફોર્સની જરૂર છે તેટલી તહેનાત કરવામાં આવી છે. જાે પીછે હટની પ્રક્રિયા શરૂ થાય તો તે સારી વાત હશે પરંતુ જાે કોઇ નવી સ્થિતિ પેદા થાય છે તો આપણે તેના માટે પુરી રીતે તૈયાર છીએ
તેમણે કહ્યું કે રાફેલ વિમાને ચીનની ચિંતામાં વધારો કર્યો છે. ચીન પૂર્વી લદ્દાખની નજીક પોતાનું જે ૨૦ લડાકુ વિમાન લઇને આવ્યું પરંતુ જયારે અમે આ વિસ્તારમાં રાફેલ લઇ આવ્યા તો તે પાછળ ચાલ્યા ગયા અમે તેના કાર્યો અને ક્ષમતાઓને સારી રીતે જાણીએ છીએ તેમણે કહ્યું કે ભારત સીમાઓની રક્ષા માટે સતર્ક રહી છે અને આગળ પણ સતર્ક રહેશે કોઇ પણ પડકારોનો સામનો કરવા ભારત સક્ષમ છે
એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે મુડીગત ખર્ચમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો સરકારનું મોટું પગલુ છે ગત વર્ષે પણ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું વધારાનું ફંડ ઉપલબ્ઘ કરાવવામાં આવ્યું હતું તેનાથી ત્રણેય સેનાઓને મદદ મળી મને લાગે છે કે આ આપણી ક્ષમતા નિર્માણ માટે યોગ્ય છે.