Western Times News

Gujarati News

સંજય દત્તે માન્યતાને ૧૦૦ કરોડના ૪ ફ્લેટ ગિફ્ટ કર્યા

મુંબઈ: બોલિવૂડ સ્ટાર સંજય દત્તે ડિસેમ્બરમાં તેની પત્ની માન્યતાને આશરે ૧૦૦ કરોડ રૂપિયાના ચાર ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. પરંતુ માન્યતાએ માત્ર એક જ અઠવાડિયામાં આ ફ્લેટ સંજય દત્તને પરત કરી દીધા હતા. આ ફ્લેટ્‌સ પાલી હિલ્સમાં ઇમ્પિરિયલ હાઇટ્‌સ બિલ્ડિંગમાં છે. મનીકંટ્રોલે ગિફ્ટ ડીડના અહેવાલ મુજબ જણાવ્યું કે, આ ચાર સંપત્તિ માટે સરકાર દ્વારા રૂ. ૨૬.૫ કરોડ સર્કલ રેટ નક્કી કરાયો છે,

પરંતુ દલાલોનો દાવો કરે છે કે આ યુનિટ્‌સની માર્કેટ વેલ્યુ રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ છે. સંજયે માન્યતાને ગિફ્ટ કરેલા ફ્લેટ્‌સમાંથી બે એપાર્ટમેન્ટ ત્રીજા અને ચોથા માળે છે, જ્યારે ત્યાં ૧૧માં અને ૧૨મા માળે એક પેન્ટહાઉસ છે.દ્વારા ગિફ્ટ નોંધણી દસ્તાવેજાે એક્સેસ કરાયેલા છે.  એક ઓનલાઇન પ્લેટફોર્મ છે, જે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ મિલકત નોંધણી ડેટાને એકઠા કરે છે અને ગોઠવે છે.

અહીં બંગલો ધરાવતા સંજયના પિતા સુનીલ દત્તની જમીન પર સિરાજ લોખંડવાલાએ મિલકત બનાવી હતી. આ એકમો જમીન અને નીચલા માળ પર બે ખુલ્લા અને ૧૫ કાર પાર્કિંગ જગ્યાઓ સાથે છે.

બે ગિફ્ટ દસ્તાવેજાે, એક જે દત્તે તેની પત્ની માટે બનાવ્યું હતું અને બીજું જેના દ્વારા દસ્તાવેજાેમાં દિલનશિન દત્ત તરીકે ઓળખાતા, માન્યતાએ સંજય દત્તને ચાર એપાર્ટમેન્ટ પાછા આપ્યા હતા. ૨૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ સંજુ દ્વારા પ્રથમ ગિફ્ટ દસ્તાવેજની અમલવારી કરવામાં આવી હતી. દસ્તાવેજાે બતાવે છે કે, માન્યતાએ ૨૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ દત્તને એપાર્ટમેન્ટ્‌સ પરત કર્યા હતા.

જાેકે સંજય દત્તે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. ઉલ્લેખનીય છે કે, સંજયે બે વર્ષ ડેટિંગ બાદ ૨૦૦૮માં માન્યતા સાથે ગોવામાં લગ્ન કર્યા અને ત્યારબાદ હિન્દુ સમારોહમાં મુંબઈ ખાતે કર્યા. ૨૧ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ આ દંપતી જાેડિયા બાળકો, જેમાં એક છોકરો અને એક છોકરીના માતાપિતા બન્યા. અભિનેતાને ઓગસ્ટ ૨૦૨૦માં સ્ટેજ ૩ ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું. હાલમાં તેની મુંબઈમાં સારવાર ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.