Western Times News

Gujarati News

૬ ફેબ્રુ.થી સોમનાથ મંદિરમાં આરતી દર્શન માટે પ્રવેશ મળશે

કોવિડ-૧૯ મહામારીને કારણે વખતો વખતની સરકારની ગાઈડ લાઈન મુજબ શ્રી સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ધટતી જતી કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકારશ્રીની ગાઈડ લાઈનની ચુસ્ત અમલવારી સાથે તા. ૦૬–ફેબ્રુઆરી-2021 થી શ્રી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યો છે.

તેમજ શ્રી સોમનાથ મુખ્ય મંદિર તથા શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે.

તેમજ તા.૦૬–ફેબ્રુઆરી-2021 થી શ્રી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યાનો રહેશે.

મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહી. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસઆરપીની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.

ચાલુ આરતીએ કોઈ પણ યાત્રીક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહી. દર્શનાર્થે આવતા યાત્રીકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. એન્ટ્રી ગેટ પરથી ટેમ્પરેચર મશીનમાં ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે

તેમજ હેન્ડ સેનીટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે.  દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. તેમજ કોવીડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે.

તેમજ ફરજ પરના પોલીસ, એસઆરપી, સીકયોરીટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.