બે પ્રાણીઓ વચ્ચેની લડાઈમાં શિયાળ ઘાયલ થતા વનવિભાગ તંત્રમાં દોડધામ
શામળાજી નજીક ખેતરમાંથી ઈજાગ્રસ્ત શિયાળને સારવાર અપાઈ
જંગલમાં પ્રાણીઓ તેમના વિસ્તારમાં વર્ચસ્વ જમાવાવ કે પછી ખોરાક માટે પ્રાણીઓ વચ્ચે ઇનફાઇટ થતી હોવાના અને ઈન્ફાઈટમાં પ્રાણી ઈજાગ્રસ્ત થવાના બનાવો છાસવારે બનતા રહે છે અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં વસવાટ કરતા પ્રાણીઓમાં ઈનફાઈટની ઘટના જવલ્લેજ બનતી હોય છે
ત્યારે શામળાજી નજીક ઇનફાઇટમાં ઈજાગ્રસ્ત બનેલ શિયાળ ખેતરમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલું ખેડૂતના ધ્યાને આવતા શામળાજી વનવિભાગ તંત્રને જાણ કરતા તાબડતોડ વનવિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા શિયાળનું રેસ્ક્યુ કરી ભિલોડા પશુ દવાખાનામાં સારવાર અર્થે ખેસેડી સારવાર અપાયા બાદ પુન: જંગલમાં છોડી દીધું હતું
શામળાજી નજીક અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં હિંસક દીપડા સહીત અન્ય જંગલી પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોય છે શામળાજી નજીક આવેલ અણસોલ ગામની સીમમાં ખેતરમાં ઈજાગ્રસ્ત હાલતમાં શિયાળ પડેલું જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
ખેતર માલિકે શામળાજી વનવિભાગને જાણ કરતા વનકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ઘાયલ શિયાળને ભિલોડા પશુ દવાખાને ખસેડાતા પશુચિકિત્સકે સારવાર આપતા શિયાળ ભયગ્રસ્ત બનતા તેને પૂનઃ જંગલમાં છોડી દીધું હતું
શામળાજી નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ શિયાળ અંગે શામળાજી વનવિભાગના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમને શિયાળનું ખોરાક માટે બે પ્રાણીઓ વચ્ચે ઇન્ફાઈટમાં શિયાળ ઈજાગ્રસ્ત બન્યું હોવાનું જણાવ્યું હતું અને શિયાળને સારવાર અપાયા બાદ પરત જંગલમાં છોડી દીધું હોવાનું જણાવ્યું હતું