રતન ટાટાને ભારત રત્ન આપવા માટે ટ્વિટર પર શરૂ થયું અભિયાન
મુંબઇ, દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરતું એક અભિયાન સોશિયલ મિડીયા પર શરૂ થયું છે, રતન ટાટાનાં પ્રસંશકો ટ્વિટર પર આ અભિયાન ચલાવી રહ્યા છે, ટ્વિટર પર BharatRatnaForRatanTata હેશટૈગ ટોપ ટ્રેન્ડ થઇ રહ્યું છે.
એક જાણીતા મોટીવેશનલ સ્પિકરે રતન ટાટાને ભારત રત્ન અપાવવાની માંગ સાથેની સંબંધીત ટ્વિટ કર્યું , આ ટ્વિટમાં તેમણે લખ્યું કે ભારતનાં પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ અમે કરીએ છિએ, તેમણે વધુમાં વધું લોકોને આ અભિયાન સાથે જોડાવાની અપીલ કરી અને મોટી સંખ્યામાં Retweet કરવાની વિનંતી કરી.
ત્યાર બાદ તો ટ્વિટ અને રિટ્વિટની જાણે વર્ષા થઇ ગઇ, રતન ટાટા સાથે સંકળાયેલા હેશટૈગ ટ્રેંડ કરવા લાગ્યું, એક યુઝર લખ્યું, દુનિયાનું સૌથી ઉદાર અને સરળ વ્યક્તિત્વ
રતન ટાટાએ 26/11 હુમલા દરમિયાન ઉદાર અને નેતૃત્વનું આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું, અમારા માટે ટાટા સરે ખુબ જ યોગદાન આપ્યું છે, ત્યાં જ એક યુઝરે લખ્યું છે કે ઇમાનદાર માનવ શ્રી રતન ટાટા સર, હું તેમના અંગે ઘણું જાણું છું, હું રતન ટાટાને ભારત રત્ન આફવાની વિનંતી કરૂ છું.