કોંગ્રેસને કપિલ સિબ્બલે ત્રણ કરોડનું, સોનિયા ગાંધી ૫૦ હજારનું યોગદાન આપ્યું
નવીદિલ્હી, કોંગ્રેસને ૨૦૧૯-૨૦ દરમિયાન કેટલું ફંડ મળ્યું તેમની માહિતી સામે આવી છે કોંગ્રેસને ૨૦૧૯-૨૦માં ૧૩૯ કરોડથી વધુનું ફંડ મળ્યું હતું જયારે પાર્ટીના સભ્યોની વાત કરીએ તો વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી કોષમાં સૌથી વધુ ત્રણ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે ચુંટણી પંચે ૨૦૧૯-૨૦માં કોંગ્રસને મળેલ ફંડની માહિતી એક રિપોર્ટમાં જાહેર કરી છે.
ચુંટણી પંચની આ રિપોર્ટ અનુસાર આઇટીસી અને તેની સાથે જાેડાયેલ કંપનીઓએ ૧૯ કરોડથી વધુ રકમ ફંડમાં આપી જયારે પ્રુડેંટ ઇલેકટોરલ ટ્રસ્ટે ૩૧ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું સંબંધિત કાનુનોની જાેગવાઇ હેઠળ રાજનીતિક પક્ષોના લોકો કંપની ઇલેકટોરલ ટ્રસ્ટ અને સંગઠનો દ્વારા આપવામાં આવેલ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ ફંડની માહિતી આપવાની હોય છે.
રિપોર્ટ અનુસાર એક એપ્રિલ ૨૦૧૯થી ૩૧ માર્ચ ૨૦૨૦ની વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ૧,૦૮,૦૦૦ રૂપિયા જયારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ૫૦,૦૦૦,રાહુલ ગાંધીએ ૫૪,૦૦૦ રૂપિયાનું ફંડ આપ્યું હતું.કપિલ સિબ્બલે ૨૦૧૯-૨૦ દરમિયાન પાર્ટી કોષમાં સૌથી વધુ ત્રણ કરોડનું યોગદાન આપ્યું હું એ યાદ રહે કે સિબ્બલ તે ૨૩ પાર્ટીના સભ્યમાં સામેલ હતાં જેમણે ઓગષ્ટ ૨૦૨૦માં સોનિયા ગાંધીને પત્ર લખી મોટા સંગઠનાત્મક પરિવર્તનોની માંગ કરી હતી આ જી ૨૩ સમૂહના અન્ય સભ્યોમાંથી આનંદ શર્મા શશિ થરૂર અને ગુલામ નબી આઝાદે ૫૪-૫૪ રૂપિયા,મિલિંદ દેવડાએ એક લાખ અને રાજ બબ્બરે એક લાખ આઠ હજાર રૂપિયાનું દાન આપ્યું.
રિપોર્ટ અનુસાર કોંગ્રેસને ૨૦ હજાર રૂપિયાથી વધુ દાનની કુલ રકમ ૧૩૯,૦૧,૬૨,૦૦૦ રૂપિયા છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, પૂર્વ કેન્દ્રીય મંત્રી એ કે એન્ટોની કુમારી શૈલજા અને વરિષ્ઠ નેતા સ્વ. અહમદ પટેલે પણ પાર્ટીને દાન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે ગત વર્ષ માર્ચમાં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલ જયોતિરાદિત્ય સિંધિયાએ પણ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પાર્ટીને ૫૪ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું દાનથી સંબંધિત દસ્તાવેજ કોંગ્રેસે ચુંટણી પંચને ગત વર્ષ ડિસેમ્બરે સોંપ્યો હતો તેના પર પાર્ટીના વચગાળાના કોષાધ્યક્ષ પવન બંસલની સહી છે જયારે પોતાની યોગદાન રકમના રિપોર્ટમાં બસપાએ કહ્યું કે તેને ૨૦,૦૦૦ રૂપિયાથી વધુનંું ફંડ મળ્યું નથી.HS