જાે કિસાનો બીજાે માર્ગ અપનાવશે તો મોટી સમસ્યા ઉભી થશેઃ શરદ પવાર
નવીદિલ્હી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવારે ખેડૂત આંદોલન પર નિવેદન આપીને કહ્યુ છે કે ખેડૂતો અત્યારે તો શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ તેમણે કોઈ બીજા ે રસ્તો અપનાવી લીધો તો દેશ સામે મોટુ સંકટ આવી શકે છે. ખેડૂત આંદોલન પર બોલતા શરદ પવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પણ જાેરદાર નિશાન સાધ્યુ.
પૂર્વ કૃષિ મંત્રી અને એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ, ‘ખેડૂત દિલ્લીની સીમા પર હાલમાં શાંતિથી બેસીને પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ જાે પોતાના વિરોધ પ્રદર્શન માટે શાંતિનો માર્ગ છોડીને બીજાે રસ્તો અપનાવી લીધો તો રાષ્ટ્ર એક મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. જેના માટે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) સરકાર જવાબદાર ગણાશે. શરદ પવારે કહ્યુ, જાે ખેડૂત કોઈ રસ્તો અપનાવે તો ભાજપ સરકારે આની જવાબદારી લેવી પડશે. આ રીતના ઘણા મુદ્દા છે. સત્તામાં બેઠેલા લોકો અસંવેદનશીલ છે.
દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુપ્રિયા સૂલે ગાઝીપુર બૉર્ડર પર આંદોલનકારી ખેડૂતોને મળવા ગઈ હતી. ત્યારબાદ સુપ્રિયા સૂલેએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે, ‘૧૦ અલગ અલગ પાર્ટીઓના સાંસદોએ આજે ગાઝીપુર સીમાનો પ્રવાસ કર્યો. અમે ત્યાં જે વસ્તુઓ જાેઈ, તે ચિંતાજનક હતી. અમે માત્ર ખેડૂતોને મળવા ત્યાં ગયા હતા પરંતુ અમને તેની મંજૂરી આપવામાં આવી નહિ. ત્યાંનો માહોલ રાષ્ટ્રના હિતમાં નથી. ખેડૂતોની આ હાલત જાેયા બાદ અમારી કોશિશ એ રહેશે કે જલ્દીમાં જલ્દી આનુ સમાધાન સામે આવે.’ રા સુપ્રિયા સૂલેએ કહ્યુ,જે હાલમાં ખેડૂતો દિલ્લીની સીમાઓ પર બેઠા છે તે ઠીક નથી. આપણે ચર્ચા દ્વારા એક સમાધાન લાવવાની જરૂર છે.HS