આનંદનગર ફલેટમાં દારૂની મહેફીલ માણતાં ચાર ઝડપાયા: ર મહીલા સામેલ
બાતમીને આધારે કરેલી કાર્યવાહી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના પોશ વિસ્તારમાં એવા આનંદનગરમાં આવેલી એક સોસાયટીમાં કેટલાંક ઈસમો દારૂની મહેફીલ માણતાં હોવાની બાતમી મળતાં પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં બે પુરૂષ ઉપરાંત બે મહીલાઓ દારૂ પીતાં ઝડપાયા હતા પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે આનંદનગર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આનંદનગર ફલેટના ચોથા માળે આવેલા મકાનમાં કેટલાંક ઈસમો દારૂ પાર્ટી કરતાં હોવાની બાતમી મળી હતી જેથી મહીલા કર્મીને સાથે રાખીને પોલીસે દરોડો પાડતાં બાતમી મુજબના મકાનમાં બે પુરૂષો તથા બે મહીલાઓ દારૂની જયાફત ઉડાવતાં મળી આવ્યા હતા જેમાં જાેસંગપુઈ સાલો, લલરીન કીમી પુદાઈતે (બંને મૂળ મિઝોરમ) વીરાભકતા રંગખલ (રહે. આનંદનગર ફલેટ મુળ કરીમગંજ આસામ) અને ખીમેશ પ્રજાપતિ (કૃપા ફલેટ, આનંદનગર) સામેલ છે. પોલીસે ઘટના સ્થળેથી દારૂની બોટલો ઉપરાંત પ મોબાઈલ ફોન સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.