Western Times News

Gujarati News

વિવેકે અઢી લાખ કેન્સર પીડિત બાળકોની મદદ કરી

મુંબઈ: કેન્સર ઉન્મૂલન અભિયાનમાં તમામ સેલેબ્રિટીઝ પણ પોતાનું યોગદાન આપી રહ્યાં છે. જેમાં બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયનો પણ સમાવેશ થાય છે. વિવેક ઓબેરોય ૧૮ વર્ષથી આ કામ કરી રહ્યો છે. ભલે વિવેક ઓબેરોય હવે ગણીગાંઠી ફિલ્મ્સમાં જાેવા મળતો હોય પરંતુ તે સામાજિક મામલે પણ ખૂબ જ એક્ટિવ છે.

ગત ૧૮ વર્ષથી વિવેકે ૨.૫ લાખથી વધારે બાળકોને કેન્સર સામે લડવા માટે ભાવનાત્મક અને આર્થિક રીતે મદદ કરી છે. તે વર્ષ ૨૦૦૪માં જ કેન્સર પેશન્ટ એન્ડ એસોસિએશન સાથે જાેડાઈ ગયો હતો. એસોસિએશન સાથે વિવેકે ટાટા મેમોરિયલ હોસ્પિટલ બહાર રસ્તા પર સૂઈ રહેલા પરિવારને બચાવ્યા હતાં. તેમને રહેવા માટે જગ્યા આપી અને તેના બાળકોને ભયાનક બીમારી સામે લડવા માટે આર્થિક રીતે મદદ પણ કરી.

વિવેકે ડોક્ટર્સ સાથે સંબંધ બનાવવા પર તેમનો આભાર માનવા અને ચાર્જ ન કરવા માટે તેમજ જીવનરક્ષક દવાઓ મેળવી શકાય તે માટે દવા કંપનીઓના સીપીએએ સાથે ભાગીદારી કરવાની વાત પણ કરી હતી. આટલું જ નહીં, વિવેકે તે ખેડૂત અને તેના પરિવારની પણ મદદ કરી છે. જેને દેવું કરીને પોતાની જમીન અને ઘરને ગીરવી રાખવું પડ્યું છે. તે કહે છે કે, ‘મારો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ બાળક પીડિત ન થાય કારણકે અનેક માતાપિતા કેન્સરની સારવાર અને ખર્ચને ઉપાડી શકતા નથી.

જાે આ લડાઈથી જીતવાનો કોઈ રસ્તો છે તો એ દરેક બાળકનો અધિકાર છે. નોંધનીય છે કે, વિવેકે ૧૮ વર્ષ પહેલા પોતાનો જન્મદિવસ કેન્સર પીડિત બાળકો સાથે ઉજવ્યો હતો. તેને ખુશ કરવા માટે તેમણે કેન્સર સામે જંગ જીતી ચૂકેલા લોકોને આમંત્રણ આપ્યું અને તેમને દેવદૂત કહીને બોલાવ્યો હતો.

કેન્સર સામેની જંગ જીતી ચૂકેલા લોકોએ અન્ય બાળકોને બીમારીથી લડવા માટે ભાવનાત્મક રીતે પ્રેરણા આપી અને મજબૂત મનોબળ કર્યો હતો. જે હજુ પણ યથાવત્‌ છે. યુવા કેન્સર રોગીઓ સાથે પોતાની મુસાફરીને યાદ કરતા વિવેક કહે છે કે, ‘હું પોતે જ ધન્ય અનુભવું છું કે મને આ દેવદૂતને મળવાની અને મારી ક્ષમતા અનુસાર તેમને મદદ કરવાની તક મળી છે. તેના ચહેરાની મુસ્કુરાહટ મને ત્યાં રહેવા માટે પ્રેરણા આપે છે. હું દરેકને આગળ આવીને મદદ કરવાનો આગ્રહ કરું છું જે અન્ય બાળકોથી અલગ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.