ગુરુ રંધાવાના કારણે અદિતિ શર્મા અભિનેત્રી બની ગઈ
મુંબઈ: અદિતિ શર્મા માટે અભિનય કોઈ સંયોગથી નથી થયો. ‘જ્યારે હું બે વર્ષની હતી ત્યારથી જ નૌટંકીબાઝ હતી.પરંતુ આ સાવ ઓછા સમય માટે હતું. ત્યારથી મને એક્ટિંગનો કીડો ચડી ગયો હતો. પરંતુ જેમ હું મોટી થઈ, મારા માટે એકમાત્ર ચિંતા કેમેરા સામે આવીને મારી જાતને જાેવાની હતી. આ માટે મેં જર્નાલિઝમનો કોર્સ કર્યો અને ન્યૂઝ એંકર બનવાનું વિચાર્યું કે જેથી હું કેમેરાની સામે આવી શકું. આ દરમિયાન મેં નાના-નાના કોમર્શિયલ કરવાના શરુ કરી દીધા.
પરંતુ પહેલો બ્રેક ત્યારે મળ્યો જ્યારે હું સિંગર ગુરુ રંધાવાના સોન્ગ વીડિયોમાં દેખાઈ’, તેમ અદિતિ શર્માએ કહ્યું. એક્ટ્રેસે ઉમેર્યું કે, મારો એક ફ્રેન્ડ કે જે આરજે હતો, તેણે મારી ઓળખાણ ગુરુ રંધાવા સાથે કરાવી. તે મને તેને મળવા લઈ ગયો કારણ કે હું તેની ફેન હતી. હું ગુરુને મળી અને કહ્યું કે મારે એક્ટ્રેસ બનવું છે. બે દિવસ બાદ મને ગુરુની ટીમમાંથી ફોન આવ્યો અને કહ્યું કે તે તેના આલ્બમમાં તમને ફીચર કરવા માગે છે. બાકી બધો ઈતિહાસ છે. હું મુંબઈ આવી અને શો કલીરે માટે ઓડિશન આપ્યું.
જેના માટે શરુઆતમાં હું રિજેક્ટ થઈ. હું એક્ટિંગમાં કાચી છું તેવું તે લોકોએ વિચાર્યું પરંતુ પ્રોડ્યૂસરને મારી એક્ટિંગ અને લૂક ગમ્યો. આ રીતે લીડ એક્ટ્રેસ તરીકે મને બ્રેક મળ્યો. અદિતિ શર્માની છેલ્લી સીરિયલ યે જાદૂ હૈ જિન કા ગયા વર્ષે ઓફ-એર થઈ હતી. હવે તે ટીવી માટે યોગ્ય ઓફરની રાહ જાેઈ રહી છે. જાે કે, તેનું કહેવું છે કે તે બોલ્ડ સીન નહીં કરે. ‘
ટીવી માટે મને ઘણી બધી ઓફર મળી રહી છે. હું એવા રોલ કરીશ જે બબલી-ચીર્પી અને બોલ્ડ ગર્લ હોય. મને બોલ્ડ કન્ટેન્ટમાં જરાય રસ નથી. જાે મારે આ બધું કરવું પડે તો હું માત્ર મોટા ફિલ્મમેકર્સ માટે જ કરીશ. મને એક એવી ઓફર મળી હતી જેમાં મારે લિપ કિસ કરવાની હતી, મેં ના પાડી દીધી કારણ કે હું કમ્ફર્ટેબલ નહોતી. એક્ટર્સ કિસ કરતાં હોય
તે જાેવામાં વાંધો નથી પરંતુ હું તેમ ન કરી શકું. યે જાદૂ હૈ જિન કા વિશે વાત કરતાં તેણે કહ્યું કે, હું ‘યે જાદૂ હૈ જિન કા’ને મિસ કરું છું. હું જ્યારે પણ કાસ્ટ અથવા ક્રૂમાંથી કોઈને મળું છું ત્યારે ક્રેઝી થઈ જાઉ છું. આ એવી યાદો છે જેને હું ભૂલવાનું પણ વિચારી શકું નહીં. મને મારી આખી ‘જાદૂ કી જર્ની’ પ્રત્યે પ્રેમ છે’.