પુત્રનું નામ હજુ રાખ્યું ન હોવાની કપિલ શર્માની સ્પષ્ટતા
મુંબઈ: કોમેડી કિંગથી ઘર ઘરમાં પ્રખ્યાત થનારા એક્ટર કોમેડિયન કપિલ શર્મા બીજી વખત પિતા બની ગયો છે. એક ફેબ્રુઆરીનાં તેની પત્ની ગિન્ની ચતરથએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર તેણે આ ગૂડ ન્યૂઝ શેર કરી છે. જે બાદ લોકોની વધામણીઓ શરૂ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર હાલમાં જ કપિલે એક ટિ્વટ કરી હતી અને તેનાં તમામ ફેન્સ, મિત્રો અને ચાહનારાઓનો વધામણાં માટે આભાર માન્યો હતો. કપિલની ટિ્વટને જાેયા બાદ તેનાં ફેન્સ સવાલ કરી રહ્યાં છે અને પુછી રહ્યાં છે કે, તેનાં દીકરાનું શું નામ રાખવામાં આવ્યું છે?
આ જાેઇને કમોડિયન કપિલ શર્માએ પણ જવાબ આપ્યો છે. કપિલે થેન્કયૂ પોસ્ટ પર તેનાં ફેન્સને સવાલ કર્યો છે અને દીકરાનું શું નામ રાખ્યું છે? તેનાં પર કપિલે જવાબ આપતાં કહ્યું છે કે, ધન્યવાદ, હજુ નામકરણ થયુ નથી.’ સોશિયલ મીડિયા પર કપિલનો આ જવાબ સાંભળીને લોકો જાણી ગયા છે કે, હજુ સુધી કપિલનાં દીકરાનું નામ નથી રાખવામાં આવ્યું. આપને જણાવી દઇએકે, કપિલ શર્મા અને ગિન્ની ચતરથનાં લગ્ન ડિસેમ્બર ૨૦૧૮માં થયા હતાં. તેનાં ઘરે ૧૦ ડિસેમ્બર ૨૦૧૯નાં સુંદર દીકરીનું આગમન થયું.
કપિલ અને ગિન્નીએ તેમની દીકરીનું નામ અનાયરા શર્મા રાખ્યું છે. ગત વર્ષે લોકડાઉન બાદથી ગિન્નીની પ્રેગ્નેન્સીની ખબરો સામે આવી હતી. પણ આ મામલે કપિલે ચુપ્પી બનાવી રાખી હતી. જે બાદ હવે આ વર્ષે શો બંધ થવાની ખબર આવવા લાગી તો તેણે કહ્યું કે, તેમણે થોડા સમય માટે બ્રેક લીધો છે
તેથી તે પત્ની અને પરિવારની સાથે સમય વિતાવી શકે. કારણ કે તે તેનાં પહેલાં બાળક સમયે ગિન્ની સાથે સમય વિતાવી શક્યો ન હતો. સતત કામને કારણે કપિલ તેનાં પરિવારને સમય નથી આપી શકતો. પણ હવે જ્યારે ગિન્ની બીજી વખત માતા બની છે તો એવાં સમયે કપિલે થોડા સમય માટે શોથી બ્રેક લઇ તેનો સંપૂર્ણ સમય પત્ની અને બાળકો પર આપવાનો ર્નિણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, આશરે ત્રણ મહિનાનો આ બ્રેક હશે જે બાદ કપિલ દર્શકોનું મનોરંજન કરવાં ફરી હાજર થશે.