પ્રાંતિજ ખાતે જગત જનની ઉમિયા દર્શન પરિક્રમા સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જગત જનની ઉમિયા દર્શન પરિક્રમા સંકલ્પ યાત્રા આવી પોહચી હતી જેમાં પ્રાંતિજ ખાતે રહેતા પટેલ સમાજના ભાઈ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત જગત જનની ઉમિયા દર્શન પરિક્રમા સંકલ્પ યાત્રા આજે પ્રાંતિજ ખાતે આવી પોહચી હતી
જેમાં પ્રાંતિજ ખાતે રહેતા પટેલ સમાજ ના ભાઈ-બહેનો દ્વારા સંકલ્પ યાત્રા નું ગામની ભાગોળ ખાતે સ્વાગત કરી વાજતેગાજતે પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ શ્રી બ્રહ્માણી માતાજી ના મંદિર ખાતે લઇ ગયા અને જયાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાંસ્કૃતિક કમિટી ના કન્વીનર સાગર પટેલ તેમણી જોડે લાવેલ માં ઉમિયા માતાજી ની મૂર્તિ નું પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી
તો આ જગત જનની ઉમિયા દર્શન પરિક્રમા સંકલ્પ યાત્રા પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ પાટીદાર સમાજ ના ગામે ગામ થઇને કુલ-૨૪૫ મંદિરમાં જઇ ૯૦ દિવસ ની યાત્રા ની યાત્રા પુણ કરવામાં આવશે તો આ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાંસ્કૃતિક કમિટી ના કન્વીનર સાગર પટેલે જણાવ્યું હતું કે આ યાત્રા નો મુખ્ય ઉદેશ એ છે કે જે ગામમાં માં ઉમિયા નું મંદિર નથી
તે જગ્યાએ મા ઉમિયા નું મંદિર અને પાટીદાર સમાજ ના લોકો મા ભાઇ ચારો એકતા બની રહે તે માટે સંકલ્પ યાત્રા અને એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે
તો આ પ્રસંગે સંજયભાઇ પી.પટેલ , સંજયભાઇ આઇ.પટેલ ,અશોકભાઈ એ.પટેલ , અશોકભાઈ ઉંછાવાળા , દિપકભાઇ પટેલ સહિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના સભ્યો કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં .