Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનનો ગોળીબાર, ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હી, પાકિસ્તાન પોતાની નાપાકર હરકતોથી ઉંચુ આવતું નથી. ફરી એક વખત તેણે સરહદ પર અવળચંડાઇ કરી છે. પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની સેનાએ કુપવાડાના માછિલ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરતા ફાયરિંગ કર્યુ છે.

આજે સવારે આઠ વાગ્યે પાકિસ્તાની સેનાએ કિલો અને બજર પોસ્ટ ઉપરથી ભારતીય વિસ્તારમાં ગોળાબારી કરી છે. પાકિસ્તાની સેનાની આ અવળચંડાઇ બાદ ભારતીય સેનાએ પણ તેને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારીની અંદર હજુ સુધી કોઇ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી. બંને તરફથી ગોળીબારી હજુ પણ શરુ છે.

આ પહેલા પાકિસ્તાન દ્વારા મંગળવારે પણ ગોળીબારી કરવામાં આવી હતી. મંગળવારે પાકિસ્તાને જમન્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં લઓસી નજીક ગોળીબારી કરી હતી. તે સમયે પણ ભારતીય સૈનિકોએ તેમને જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી આંતકીઓને ભારતમાં મોકલવાના પ્રયાસોને સેના સતત નિષ્ફળ બનાવી રહી છે. જેના કારણે પાકિસ્તાન આ પ્રકારની અવળચંડાઇ કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.