Western Times News

Gujarati News

દેશભરમાં ૨૪ કલાકમાં માત્ર ૭૮ દર્દીનાં મોત

નવીદિલ્હી, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૭,૭૫,૩૨૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૦૫૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૮,૨૬,૩૬૩ થઈ ગઈ છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૫ લાખ ૨૨ હજાર ૬૦૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૧,૮૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૪૮,૭૬૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૯૯૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૦,૧૩,૬૮,૩૭૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.