મનીષ સિસોદિયાનો માસ્ક વગર ખુલ્લી જીપમાં ચૂંટણી પ્રચાર
રાજકોટ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ફોર્મ ભર્યા બાદ હવે તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમ આઈએમ પણ મેદાનમાં છે.
ત્યારે આજે રાજકોટમાં દિલ્હી સરકારમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા. તેમણે ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો. પરંતુ આ દરમિયાન સિસોદિયા કોરોનાના નિયમો ભૂલી ગયા હતા. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહી છે. ત્યારે રાજકોટમાં આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પ્રચાર માટે આવી પહોંચ્યા હતા. તેમણે અહીં ખુલ્લી જીપમાં રોડ-શો કર્યો હતો.
આ દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. સિસોદિયા માસ્ક વગર જીપમાં સવાર થયા હતા. આ સાથે તેઓ તમામ કાર્યકર્તાઓને હાથ મિલાવી રહ્યાં હતા. એક તરફ રાજ્યમાં કોરોના કાબુમાં આવતો જાય છે. તો કોઈપણ પ્રકારના કાર્યક્રમમમાં ફરજીયાત માસ્ક પહેરવાની સરકારની ગાઇડલાઇન છે.
Scenes from @msisodia‘s roadshow in Gujarat.
#AAPGujaratRoadShow pic.twitter.com/czsFp3gvAx
— AAP (@AamAadmiParty) February 7, 2021
પરંતુ ખુદ મનીષ સિસોદિયા ગુજરાતમાં આવીને આ ગાઇડલાઇન ભૂલી ગયા છે. દિલ્હીમાં માસ્ક પહેરીને ફરતા સિસોદિયા આજે માસ્ક વગર જાેવા મળ્યા હતા. તેમણે રોડ-શો દરમિયાન માસ્ક ન પહેર્યું અને તમામ લોકો સાથે હાથ મિલાવી રહ્યાં હતા.