Western Times News

Gujarati News

આંબલી-બોપલ વિસ્તારમાં ૨૫ કરોડની કિંમતે ફ્લેટ વેચાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, થોડા સમય પહેલા જ થયેલા એક સર્વે મુજબ દેશમાં મળતા સૌથી અફોર્ડેબલ ઘરોના લિસ્ટમાં અમદાવાદનું નામ સામેલ હતું. જાેકે આ સાથે જ શહેરમાં કરોડોની કિંમતના લક્ઝુરિયસ ફ્લેટ બની પણ રહ્યા છે અને તેના માટે ખરીદદારો પણ બિલ્ડરને મળી રહ્યા છે. શહેરના એસ.જી હાઈવેના પોશ વિસ્તારમાં રૂ. ૨૫ કરોડની કિંમતે એક લક્ઝુરિયસ ફ્લેટ વેચાયો છે. કરોડોની કિંમતમાં વેચાયેલા પેન્ટ હાઉસથી રિયાલિટી માર્કેટમાં ચર્ચાઓ શરૂ ગઈ છે. આ શહેરના ઈતિહાસમાં સૌથી મોંઘા ફ્લેટનો સોદો છે.

શહેરના બોડકદેવ વિસ્તારમાં રાજપથ ક્લબ અને અશોક વાટિકાની પાછળ આવેલું આ લક્ઝુરિયસ પેન્ટહાઉસ ૧૮૦૦૦ સ્ક્વેર ફીટ સુપર બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલું છે. પ્રોપર્ટીની ડીલ થઈ છે તે મુજબ પ્રતિ સ્ક્વેર ફીટની કિંમત ૧૪૦૦૦ રૂપિયા સુધી થઈ રહી છે. જ્યારે થોડા વર્ષો અગાઉ આ જ પ્રોજેક્ટમાં એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ રૂ. ૧૮ કરોડની કિંમતે વેચાયું હતું.

આ પ્રોજેક્ટથી જ દોઢ કિલોમીટર દૂર ઈસ્કોન-આંબલી રોડ પર તૈયાર થઈ રહેલા વધુ એક લક્ઝરી પ્રોજેક્ટ હાલમાં જ ૧૧ કરોડના ખર્ચે વધુ એક લક્ઝરી પેન્ટહાઉસ વેચાયું છે. આ પ્રોપર્ટી ૧૧,૬૦૦ સ્ક્વેર ફીટ (સુપર બિલ્ટ-અપ)ની છે. આ જ પ્રોજેક્ટમાં અન્ય એક ૯૦૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું પેન્ટહાઉસ ૯ કરોડની કિંમતે વેચાયું. જાે સૂત્રોનું માનવામાં આવે તો આ જ પ્રોજેક્ટમાં ૭૦૦૦ સ્ક્વેર ફીટના વધુ સાત જેટલા લક્ઝરી ફ્લેટ્‌સ બૂક થઈ ગયા છે.

રિયાલિટી એક્સપર્ટ્‌સના કહેવા મુજબ, કોરોનાના કારણે અલ્ટ્રા લક્ઝુરિયસ રેસિડેન્સિયલ માર્કેટને વધારે વેગ મળ્યો છે. લોકો ઘરેથી વર્ક અને આરામદાયક રહેઠાણ માટે મોટા ઘરોમાં નાણાં રોકી રહ્યા છે. આવા પ્રોજેક્ટ્‌સમાં એક ફ્લોર પર એક જ ફ્લેટ, અલગ લિફ્ટ્‌સ, મલ્ટીપલ પાર્કિંગ સ્પેસ, એન્ટ્રી અને એક્ઝિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમ અને સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ માલિકને મળતી હોય છે.

આ અંગે એક એકસપર્ટે જણાવ્યુ હતું કે આંબલી-બોપલ રોડ પર અને રાજપથ ક્લબની પાછળના વિસ્તારમાં રૂપિયા ૫ કરોડની કિંમતના ઘણા બધા અલ્ટ્રા-લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના પ્રોજેક્ટ્‌સ આવી રહ્યા છે. તેઓ ઉમેરે છે કે, સેફ્ટી, હાઈટ અને વૈભવી સુવિધાઓ આવા એપાર્ટમેન્ટમાં મુખ્ય આકર્ષણ હોય છે.’ બિઝનેસમેન, આન્ત્રપ્રિન્યોર્સ, કોર્પોરેટ હાઉસો અને ધનિક વ્યક્તિઓ આ પ્રકારના મોંઘા એપાર્ટમેન્ટ્‌સ ખરીદતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.