Western Times News

Gujarati News

રજામાં પણ અમિતાભ – અજય દેવગણે મેડે ફિલ્મનું શૂટિંગ કર્યુ

મુંબઈ: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર અજય દેવગણ માટે રવિવારનો દિવસ રજાનો નહોતો. બોલિવુડના આ બંને દિગ્ગજ એક્ટર આજે મુંબઈમાં આગામી ફિલ્મ મેડેનું શૂટિંગ કરતા જાેવા મળ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગણ ઉપરાંત બોમન ઈરાની અને રકુલપ્રીત સિંહ પણ શૂટિંગ કરાતા જાેવા મળ્યા હતા.

અજય દેવગણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે સાથે જ તે ફિલ્મને ડાયરેક્ટ પણ કરી રહ્યો છે. અજય આજે સવારે ૭ વાગ્યે સેટ પર પહોંચી ગયો હતો. જ્યારે બિગ બી સવારે ૯.૩૦ કલાકે આવ્યા હતા. સૂત્રના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચન, અજય દેવગણ, રકુલપ્રીત સિંહ અને બોમન ઈરાની આજે સવારથી મુંબઈમાં મેડેનું શૂટિંગ કરી રહ્યા છે. કોર્ટના દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અમિતાભ બચ્ચન વકીલના ગેટઅપમાં જાેવા મળ્યા.

એવું લાગી રહ્યું છે આ સૌ કોર્ટમાં કેસની સુનાવણીની સીકવન્સ શૂટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનને શૂટિંગ કરતા જાેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ફિલ્મની ટીમ સવારે ૭થી સાંજના ૭ની શિફ્ટમાં શૂટિંગ કરી રહી છે. સેટ પરથી સામે આવેલી તસવીરોમાં અજય દેવગણ બ્લૂ પેન્ટ, સફેદ શર્ટ અને ટાઈમાં જાેવા મળી રહ્યો છે. રકુલપ્રીતના કપડાં પાઈલટના યુનિફોર્મ જેવા છે. જ્યારે બોમન ઈરાની થ્રી પીસ સૂટમાં જાેવા મળી રહ્યા છે. તસવીરોમાં જાેઈ શકો છો કે,

કલાકારોએ શૂટિંગ દરમિયાન માસ્ક ઉતાર્યા છે. જ્યારે ફિલ્મની બાકીની ક્રૂ પીપીઈ કિટ અને માસ્કમાં જાેવા મળી રહી છે. જણાવી દઈએ કે, ‘મેડે’માં અજય દેવગણ અને રકુલપ્રીત સિંહ પાઈલટના રોલમાં જાેવા મળશે. અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાત વર્ષ પછી ફિલ્મમાં સાથે જાેવા મળશે.

તેઓ છેલ્લે ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘સત્યાગ્રહ’માં સાથે અભિનય કરતાં જાેવા મળ્યા હતા. મેડે દ્વારા અજય ફરી ડાયરેક્ટરની ખુરશી પર બેઠો છે. અજયે છેલ્લે ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘શિવાય’નું ડાયરેક્શન કર્યું હતું. મેડેમાં અંગીરા ધર અને આકાંક્ષા સિંહ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ અજય દેવગણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ૨૯ એપ્રિલ ૨૦૨૨માં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.