જ્હોન અબ્રાહમ બાઈક પર સ્ટંટ સીન કરતો જાેવા મળ્યો
મુંબઈ: બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી છે પરંતુ તેની એક્શન ફિલ્મ ધૂમના સ્ટંટ સીન આજે પણ યાદ કરવામાં આવે છે. હવે જ્હોન એકવાર ફરી એક્શન ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યો છે. જેમાં તે ફરીથી બાઈક પર સ્ટંટ સીન કરતો જાેવા મળશે. જ્હોન પોતાની ફિલ્મ અટેકનું શૂટિંગ કરી રહ્યો છે.
જ્હોન અબ્રાહમ ફિલ્મનો એક એક્શન સીન કરતા ગુરુગ્રામમાં જાેવા મળ્યો હતો. આ સીન માટે જ્હોન બાઈક પર સ્ટાઈલિશ અંદાજમાં જાેવા મળે છે. લક્ષ્ય રાજ આનંદના ડિરેક્શનમાં બની રહેલી ‘એટેક’માં જ્હોન અબ્રાહમ સાથે રકુલપ્રીત સિંહ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ જાેવા મળશે.
આ ઉપરાંત જ્હોનની ફિલ્મ ‘સત્યમેવ જયતે ૨’ પણ આ વર્ષે ઈદ પર રીલિઝ થવા જઈ રહી છે. ત્યારે જ્હોન અબ્રાહમની ફિલ્મને લઈને દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જ્હોન અબ્રાહમ એક્શન સીનને લઈને જાણીતો છે. ફિલ્મને લઈને જ્હોન પણ ઉત્સાહિત છે.