મોડાસા મામલતદાર એપેન્ડીક્સનું ઓપરેશન કરાવ્યાના ૪૮ કલાક બાદ ફરજ પર હાજર
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી હતી
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શતા અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે ચૂંટણીપંચ અને વહીવટી તંત્ર સજ્જ બનતું હોય છે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીની કામગીરીથી દૂર રહેવા અનેક બહાના બનવતા હોય છે
ત્યારે મોડાસા મામલતદાર તરીકે ફરજ બજાવતા અરુણદાન ગઢવી એપન્ડીક્સનું ઓપરેશન કરાવ્યાના ૪૮ કલાક બાદ ફરજ પર હાજર થતા અને ચૂંટણીલક્ષી કામગીરી જોતરાતા અધિકારીઓ અને કર્મચારીઓએ સરાહના કરી હતી
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અધિકારીઓ પર ચૂંટણીલક્ષી કામગીરી વધી જતી હોય છે, એવામાં મોડાસાના મામલતદાર અરૂણ ગઢવી, પોતાની જવાબદારી નિભવવા એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ચૂંટણીની પ્રક્રિયા સમયે ૬ ફેબ્રુઆરીએ મામલતદાર અરૂણદાન ગઢવીને એપેન્ડીક્શનો દુખાવો થયો,
ડોક્ટરની તપાસ કરાવતા એપેન્ડીક્સનું ઓપરેશન કરાવવા માટેની સલાહ આપી. ઓપરેશન કરાવ્યાના ૪૮ કલાક પછી રાબેતા મુજબ પોતાની ફરજ પર હાજર થઇ ગયા હતા અને ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી હતી આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી, ત્યારે ડોક્ટરની સલાહ લીધા બાદ મામલતદારે પોતાની જવાબદારી નિભાવવા ફરજ પર હાજર થયા હતા