Western Times News

Gujarati News

મુંબઇ એરપોર્ટ પણ હવે અદાણીનાં હાથમાં

નવી દિલ્હી, દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)નાં હાથમાં મેંગલુરૂ, લખનઉ, અમદાવાદ બાદ હવે મુંબઇ એરપોર્ટ પણ આવી ગયું છે, કંપનીએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં 23.5 ટકા હિસ્સેદારી ખરીદી લીધી છે, AAHL એ  1,685.25 કરોડ રૂપિયામાં આ હિસ્સો બે વિદેશી કંપનીઓ ACSA ગ્લોબલ લિમિટેડ (ACSA) અને બિડ સર્વિસીસ ડિવિઝન (મોરેશિયસ) લિમિટેડ ( બિડવેસ્ટ) પાસેથી ખરીદ્યો છે.

અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સ્ચેંજને આપેલા એક સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે AAHLએ MIALનાં 10 રૂપિયાની મુલ્યનાં 28.20 કરોડ શેર ખરીદ્યા છે. AAHL એ અદાણી એન્ટરપ્રાઇઝની સંપૂર્ણ માલિકીની કંપની છે. GVK એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ સાથેનો સોદો પુરો થયા બાદ MIALમાં અદાણી જૂથની ભાગીદારી 74% થઇ  જશે. MIALનો બાકીનો 26 ટકા હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) પાસે છે. MIAL ની સ્થાપના 2 માર્ચ 2006 ના રોજ થઈ હતી. કંપનીએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ, બાંધકામ અને સંચાલનનો બિઝનેશ કરે છે.

ગયા વર્ષના અંતમાં અદાણી ગ્રૂપે AAI પાસેથી મેંગલુરૂ, લખનઉ અને અમદાવાદ એરપોર્ટ મેળવ્યા હતા. આ વર્ષે જુલાઈ સુધીમાં, તે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ પણ પ્રાપ્ત કરશે. અદાણી જૂથ આ 6 એરપોર્ટનો વિકાસ, વહીવટ અને સંચાલન આગામી 50 વર્ષ સુધી કરશે. આ રીતે, અદાણી ગ્રુપ એરપોર્ટ સંખ્યાનાં સંદર્ભમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બનવા જઈ રહ્યું છે. જોકે, GMR  મુસાફરોની સંખ્યાના સંદર્ભમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર છે. તેની પાસે દિલ્હીમાં IGIA, હૈદરાબાદ એરપોર્ટ અને ગોવાનું મોપા એરપોર્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.