મારી સંવેદના ભારતમાં ત્રાસદીનો સામનો કરી રહેલ લોકોની સાથે: જાેનસન
લંડન, ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાથી આવેલ આપદાને લઇ બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જાેનસને ભારતની સાથે એકતા બતાવી ગ્લેશિયર ફાટવાથી સમગ્ર રાજય વિકરાળ પુરની ચપેટમાં આવી ગયું છે જાેનસને કહ્યું કે ઉત્તરાખંડમાં આવેલ પુર બાદ બ્રિટેન ભારતની હર સંભવ મદદ કરવા માટે તૈયાર છે.
બોરિસ જાેનસને પોતાના ટ્વીટમાં કહ્યું કે મારી સંવેદનશીલ ગ્લેશિયર ફાટયા બાદ આવેલ વિકરાળ પુરનો સામનો કરી રહેલ ભારતના લોકો ને ઉત્તરાખંડના બચાવકર્મચારીઓની સાથે છે સંકટની આ ધડીમાં બ્રિટેન ભારતની સાથે મજબુતીથી ઉભુ છે અને કોઇ પણ રીતની મદદ કરવા માટે તૈયાર છે.
દરમિયાન આ ધટના બાદ ફ્રાંસના રાષ્ટ્પતિ ઇમૈનુએલ મૈક્રો ભારતમાં જાપાનના રાજદુત સતોષી સુજુકી સહિત દુનિયાભરના અનેક દિગ્ગજ નેતાઓએ ગ્લેશિયર ફાટયા બાદની સ્થિતિ પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છ મૈક્રોએ ટ્વીટ કર્યુ કે ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટયા બાદ ફ્રાંસ પુરી રીતે ભારતની સાથે ઉભુ છે અમારી સંવેદના પીડિત લોકો અને તેમના પરિવારોની સાથે છે.
દરમિયાન યુએનના મહામંત્રીના પ્રેસ પ્રવકતાએ કહ્યું કે સંકટની આ ધડીમાં અમે ભારતની સાથે છીએ યુએને રાહત કાર્યમાં દર સંભવ સહયોગ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.
સંયુકત રાષ્ટ્રના પ્રવકતાએ કહ્યું કે ઉત્તરાખંડમાં બનેલી ઘટનામાં જાનમાલના નુકસાન અને અનેક લોકોના ગુમ થવાનું ઉડુ દુખ છે તે પીડિતોના પરિવારો સ્થાનિક લોકો અને ભારત સરકાર પ્રત્યે પોતાની ઉડી સંવેદના વ્યકત કરે છે.
એ યાદ રહે કે ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના તપોલન રૈણી વિસ્તારમાં ગ્લેશિયરના તુટવાથી ધૌલીગંગ અને અલકનંદા નંદીમાં વિકરાળ પુર આવ્યું આ સાથે ઋષિગંગા વિજળી પરિયોજના અને આસપાસના ધરોમાં ભારે નુકસાન થયું આ ઘટનામાં ૧૫૦થી વધુ લોકો ગુમ થયા છે જેની શોધ શરૂ કરાઇ છે.HS