મુંબઇમાં ૨૦ રૂપિયા માટે ઇડલી વેચનારની હત્યા
મુંબઇ, મહારાષ્ટ્ના થાણે જીલ્લામાં માર્ગ કિનારે ઇડલીની દુકાન ચલાવનાર વ્યક્તિની કહેવાતી રીતે હત્યાનો મામલો સામે આવ્યો છે કહેવાય છે કે આ વિવાદ ૨૦ રૂપિયાને લઇ શરૂ થયો હતો થાણે જીલ્લાના મીરા રોડ પર દુકાન ચલાવનાર વ્યક્તિની ૨૦ રૂપિયાને લઇ ત્રણ અજાણ્યા ગ્રાહકો સાથે વિવાદ થયો હતો અને આ વિવાદમાં મારપિટ થઇ અને તેમાં દુકાનદારનું મોત નિપજયું હતું.પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૃતકની ઓળખ વીરેન્દ્ર યાદવના રૂપમાં કરવામાં આવી છે જે ઇડલી વેચતો હતો તેની દુકાનમાં ત્રણ ગ્રાહકો ઇડલી ખાવા માટે આવ્યા હતાં જયારે વીરેન્દ્રે ગ્રાહકો પાસે ૨૦ રૂપિયા બાકી હોવાની વાત કરી તો તેમા ચર્ચા શરૂ થઇ અને ચર્ચા મારપિટમાં ફેરવાઇ ગઇ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય ગ્રાહકોએ દુકાનદારને ધક્કો માર્યો જેથી તે જમીન પર પડી ગયો અને તેના માથા પર ઇજા આવી આથી અહીં હાજર લોકો વીરેન્દ્રને પાસેની હોસ્પિટલ લઇ ગયા હતાં જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો પોલીસે કહ્યું કે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે પોલીસે કહ્યું કે મીરારોડ ખાતે નવા નગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓની વિરૂધ્ધ હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે શોધ શરૂ કરાઇ છે.HS