મ્યામાંરમાં સૈન્ય તખ્તાપલટની વિરૂધ્ધ સૌથી મોટું વિરોધ પ્રદર્શન
નાયપાઇતાવ, મ્યાંમારમાં એક ફેબ્રુઆરીએ થયેલ સૈન્ય ખખ્તાપલટના વિરોધમાં તથા દેશના મુખ્ય નેતા આંગ સાન સૂની તાકિદે મુક્તિ કરવાના સમર્થનમાં હજારો લોકોએ દેશમાં જાેરદાર પ્રદર્શન કર્યું હતું હજારો પ્રદર્શનકારીઓએ અહીં પ્રદર્શન દરમિયાન સુત્રોચ્ચાર કર્યા અને કહ્યું કે અમને સૈન્ય તાનાશાહી જાેઇતી નથી અમને લોકશાહી જાેઇએ છીએ. તખ્તાપલટ કરનારા સૈન્ય અધિકારીઓએ આ સંબંધમાં જાે કે હજુ સુધી કોઇ ટીપ્પણી કરી નથી સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૭ બાદ મ્યાંમારમાં અત્યાર સુધીનું આ સૌથી મોટંુ વિરોધ પ્રદર્શન હતું.
આ પહેલા મ્યાંમારના સૈન્ય શાસકોએ દેશમાં તખ્તાપલટના વિરોધમાં થઇ રહેલ રેલીઓમાં હજારો લોકોના સામેલ થવાનું ધ્યાનમાં રાખી શનિવારે ઇટરનેટ સેવા બંધ કરી દીધી હતી જેને રવિવારે ફરી શરૂ કરી દેવામાં આવીવિરોધમાં લોકોની ભીડને પ્રદર્શનોમાં એકત્રિત કરતા રોકવા માટે સૈનાએ ટિ્વટર અને ઇસ્ટાગ્રામ જેવી સોશલ મીડિયા પ્લેટફોર્મને પ્રતિબંધ કર્યા બાદ ઇટરનેટ સેવા બંધ કરી દીધી હતી.
રિપોર્ટ અનુસાર યાંગુન શહેરમાં લોકોની ભીડ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ અને સૈન્ય તાનાશાહ નિષ્ફળ અને લોકતંત્રની જીતના સુત્રોચ્ચાર કર્યા પ્રદર્શનકારીઓનો સામનો કરવા માટે ભારે સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યા હતાં અને શહેરના તમામ મુખ્ય માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા હતાં.