કૃષિ કાનુન દેશની ખાદ્ય સુરક્ષા પર આધાત, અનાજનું સંકટ ઉભુ થશે: યેચુરી
પટણા, સીપીએમના મહામંત્રી સીતારામ યેચુરીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુન દેશની ખાદ્ય સુરક્ષા પર આઘાત છે આ કાનુન જાે યથાવત રહેશે તો અનાજનું સંકેટ ઉભુ થઇ જશે કૃષિ કાનુનોનો હેતુ જ અલગ છે.કિસાનોની માંગ અયોગ્ય નથી તેમનું બસ એટલું જ કહેવું છે કે કૃષિ સુધાર કાનુન બનાવવાનો છે તો પહેલા તેમની વાત કરવી જાેઇએ આ સાથે જ વર્તમાન કાનુન પાછો લેવામાં આવે.
યેચુરીએ અહીં અવર અભિયંતા ભવનમાં પાર્ટી નેતા ગણેશ શંકર વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભામાં બોલી રહ્યાં હતાં તેમણે ગણેશ શંકર વિદ્યાર્થીનું પુરૂ જીવન કિસાનો અને મજદુરોના હિતમાં લડાઇ લડવામાં વિતાવ્યું પરંતુ આજે દેશમાં શું થઇ રહ્યું છે કરોડો યુવકોની નોકરી ચાલી ગઇ અને કોરોના કાળમાં પણ મોટા ઘરાનાની સંપત્તિમાં ૧૩ લાખ કરોડનો વધારો થયો.
તેમણે એ પણ આરોપ લગાવ્યો કે દેશના બંધારણ પર ખતરો ઉભો થયો છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું કાવતરામાં બંધારણ મોટો અવરોધ છે આથી બંધારણને જ બદલવાનું કાવતરૂ ચાલી રહ્યું છે આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે અલગ અલગ મત હોવા છતાં તમામ પક્ષ એક થશે નહીં તો દેશ તુટી જશે દેશમાં પહેલીવાર જાેવામાં આવી રહ્યું છે કે કોઇ જજ કોઇ પીએમની પ્રશંસા કરી રહ્યાં છે કોઇનો ખાનગી મત હોઇ શકે છે જે સંસ્થાઓને સ્વતંત્ર હોવું જાેએ તેમની રાજનીતિક ઉપયોગ થઇ રહ્યો છે.
કાર્યક્રમની અધ્યક્ષતા સીપીએમના રાજય મંત્રી અવધેશ કુારે કરી સીપીઆઇના રામનરેશ પાંડે માલેના કૃણાલ રાજદના શ્યામ રજક આલોક મહેતા અને ઉદય નારાયણ ચૌધરી સહિત મહાગઠબંધનના અનેક નેતા અને રવિ આલોક ધન્વાએ પણ સંબોધન કર્યું.HS