ઈમરાન ખેડાવાલા માની ગયાઃ રાજીનામુ પાછું ખેંચ્યું
બહેરામપુરામાં પેનલ પસંદ થયા બાદ વધુ બે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા નારાજ ધારાસભ્યએ છેડો ફાડ્યો હતો.
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ વિધિવત પ્રચાર શરૂ કર્યા છે જ્યારે કોંગ્રેસમાં હજી સુધી રીસામણા-મનામણા ચાલી રહ્યા છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અનેક વોર્ડમાંથી કાર્યકરો રાજીનામા આપ્યા છે.
જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ ટિકિટ વહેંચણીને લઈને પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું હતું. બહેરામપુરા વોર્ડમાં પાર્ટી દ્વારા ઈમરાન ખેડાવાલાને વિશ્વાસમાં લીધા વિના જાહેર કરેલી પેનલ તોડી બારોબાર બે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા.
તેથી નારાજ ધારાસભ્ય ખેડાવાલાએ સોમવારે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું હતું.પરંતુ મોવડી મંડળની સમજાવટ બાદ તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું છે. ખેડાવાળાએ રાજીનામુ પરત લેતા ઉમેદવારો અને કાર્યકરોનો જુસ્સો વધ્યો છે. ધારાસભ્યએ રાજીનામું પરત લેવાની સાથે જમાલપુર વોર્ડ માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારો માટે પ્રચાર કરવાની અને પેનલને વિજેતા બનાવવાની જાહેરાત પણ કરી છે.
https://westerntimesnews.in/news/102884
અત્રે નોંધનીય છે કે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ખેડાવાળાએ પણ બહેરામપુરા વોર્ડમાં ૦૬ ઉમેદવારોને મેન્ડેટ આપવા બદલ વિરોધ નોંધવી પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પક્ષના સૂત્રોએ જણાવ્યા મુજબ બહેરામપુરામાં પેનલ પસંદ થયા બાદ રફીકભાઈ શેઠજી અને શાહજહાં અન્સારીને પણ મેન્ડેટ આપવામાં આવ્યાં છે.
એક ધારાસભ્યના દબાણ બાદ આ બંનેને મેન્ડેટ આપવામાં આવ્યા છે. જેની સામે કમરૂદ્દીન પઠાણ અને નગમાબેન રંગરેજની બાદબાકી થઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે ધારાસભ્યના દબાણના કારણે મહિલા ઉમેદવાર તરીકે શાહજહાં અન્સારીને મેન્ડેટ આપવામાં આવ્યો છે. તેને સ્થાનિક કાર્યકરો પણ ઓળખતા નથી તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
કોંગ્રેસ પક્ષના સૂત્રોએ જણાવ્યા મુજબ બહેરામપુરામાં પેનલ પસંદ થયા બાદ રફીકભાઈ શેઠજી અને શાહજહાં અન્સારીને પણ મેન્ડેટ આપવામાં આવ્યાં છે. એક ધારાસભ્યના દબાણ બાદ આ બંનેને મેન્ડેટ આપવામાં આવ્યા છે. જેની સામે કમરૂદ્દીન પઠાણ અને નગમાબેન રંગરેજની બાદબાકી થઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે ધારાસભ્યના દબાણના કારણે મહિલા ઉમેદવાર તરીકે શાહજહાં અન્સારીને મેન્ડેટ આપવામાં આવ્યો છે. તેને સ્થાનિક કાર્યકરો પણ ઓળખતા નથી તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.