Western Times News

Gujarati News

પોન્ટિંગના મેલબર્નવાળા ઘરથી ચોર કાર લઈને રફુચક્કર થયા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા મીડિયા ‘ચેનલ ૭’ એ એક ચોંકાવાનારા સમાચાર આપ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના મેલબર્નવાળા ઘર પર ગત સપ્તાહે ચોરોએ ધાડ પાડી હતી. આ ઘટના ગત શુક્રવારે બની હતી જેમાં ચોર પોન્ટિંગના ઘરમાં ઘૂસવામાં સફળ રહ્યા.

ચોર પોન્ટિંગના ઘરમાં રાખેલી કારને ચોરીને રફુચક્કર થઈ ગયા. કારને શોધવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી. અંતે પોલીસે કારને મેલબર્નના કેમ્બર્વેલ વિસ્તારમાંથી શોધી કાઢી. જાેકે કાર ચોરનારા બે આરોપોઓ પોલીસથી બચવામાં સફળ રહ્યા. પોલીસ હજુ પણ સંદિગ્ધોની શોધખોળ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન પોન્ટિંગના ઘરે જ્યારે ચોરી થઈ

ત્યારે તે પોતાની પત્ની અને ત્રણ બાળકોની સાથે ઘરે જ હતો. રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ કેપ્ટન હોવાની સાથોસાથ સૌથી વધુ રન કરનારો બેટ્‌સમેન પણ છે. પોન્ટિંગે ૧૬૮ ટેસ્ટ મેચોમાં ૫૧.૮૫ની સરેરાશથી ૧૩,૩૭૮ રન કર્યા છે. બીજી તરફ તેણે ૩૭૫ વનડે મેચોમાં ૪૨ની સરેરાશથી ૧૩,૭૦૪ રન કર્યા છે. સચિન તેંડુલકર બાદ પોન્ટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી છે.

પોન્ટિંગે ટેસ્ટમાં ૪૧ અને વન ડેમાં ૩૦ સદી ફટકારી છે. તેણે પોતાની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાને વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૭માં વર્લ્‌ડ કપનું ટાઇટલ જીતાડ્યું. બીજી તરફ ૨૦૦૬ અને ૨૦૦૯માં તેની કેપ્ટન્સીમાં કંગારૂ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. હાલમાં રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીવથી પણ જાેડાયેલો છે. આઇપીએલમાં તે દિલ્હી કેપિટલ્સનો હેડ કોચ છે. તેના માર્ગદર્શનમાં આઇપીએલ ૨૦૨૦માં દિલ્હી કેપિટલ્સ ફાઇનલ સુધી પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.