રોડના ઉદ્ઘાટન પર કુરૈશીએ કેક કાપી, લોકોએ લૂંટ મચાવી
ઈસ્લામાબાદ: ક્યારેક ભારત વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા તો ક્યારેક સાઉદી અરબ વિરુદ્ધ અપશબ્દો બોલીને પાકિસ્તાનને શરમમાં મુકનાર વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એકવાર ફરી અનોખી ઘટનાને કારણે ચર્ચામાં છે. આ વખતે મુલ્તાનમાં તેના સમર્થકો વચ્ચે કેકને લઈને શરૂ થયેલા જંગનો વીડિયો સોશિલય મીડિયામાં સામે આવ્યો છે.
વીડિયોમાં કુરૈશી કેક કાપતા જાેવા મળી રહ્યાં છે અને કોરોના વાયરસ મહામારી છતાં મોટી સંખ્યામાં લોકો હાજર છે.
રિપોર્ટ પ્રમાણે કુરૈશીએ મુલ્તાનમાં એક રોડનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેનો જશ્ન મનાવવા માટે એક મોટી કેક બનાવવામાં આવી. વીડિયોમાં જાેઈ શકાય છે કે સમર્થકોથી ઘેરાયેલી કુરૈશીસ કેક કાપે છે. ત્યારબાદ તે નિકળી જાય છે અને તેની પાછળ લોકોમાં કેક માટે જંગ શરૂ થાય છે. જાેત-જાેતામાં લોકો કેક હાથ ભરી-ભરૂને લૂટી જતા રહે છે.
જાણવા મળી રહ્યું છે કે મુલ્તાનમાં કુરૈશીનો ખુબ દબદબો છે. પરંતુ તેમના પર આરોપ લાગતા રહ્યાં છે કે ઘણા દાયકાથી તેઓ પીર મુરીદી સિસ્ટમ ચલાવી રહ્યાં છે.
તેમણે મુલ્તાનના લોકો પ્રત્યે સ્વામિભક્તિના શપથ લીધા છે અને ખુદને પીર ગણાવે છે. કુરૈશી લોકોને શપથ અપાવે છે. તેમ કહેવામાં આવે છે કે વાળ કપાવવાથી જૂના ગુનાનું પ્રાયશ્ચિત થઈ જાય છે. જ્યારે આ એકવાર થઈ જાય તો શપથ લેનારા વ્યક્તિને મુરીદ કહેવામાં આવે છે. પાછલા વર્ષે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
જેમાં જાેવા મળી રહ્યું છે કે પાકિસ્તાની વિદેશ મંત્રીઓએ મહિલાઓ અને યુવતીઓના વાળ કાપ્યા. વીડિયોમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે કે મહિલાઓએ કુરૈશી પ્રત્યે નિષ્ઠા દેખાડવા માટે વાળ કપાવ્યા. ત્યારબાદ મહિલાઓએ કુરૈશીને પૈસા અને સોનું આપ્યું હતું. ધર્મના નામ પર મહિલાઓને લૂટતા પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.