કરીના કપૂર ડ્યૂ ડેટ પહેલાં ચેકઅપ માટે ક્લિનિક પહોંચી
મુંબઈ: કરીના કપૂરની પ્રેગ્નેન્સીનો હાલ નવમો મહિનો ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીના કોઈપણ દિવસે હવે કરીના કપૂરનું બીજું બાળક જન્મ લઈ શકે છે. ત્યારે બાળકના આગમનના દિવસો ઘણી રહેલી મોમ-ટુ-બી કરીના કપૂર આજે ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી. ડ્યૂટ ડેટ પહેલાના ચેકઅપ માટે બેબો એકલી જ ક્લિનિક પહોંચી હતી. વ્હાઈટ ફૂલ સ્લીવ ટોપ અને બ્લેક પેન્ટ તેમજ ગ્રીન રંગના માસ્કમાં કરીના કપૂર જાેવા મળી હતી. કરીનાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો જાેવા મળી રહ્યો હતો.
કરીના કપૂર અગાઉ પણ એકલી જ ચેકઅપ માટે આવી હતી. સૈફ અલી ખાન શૂટિંગ માટે બહાર હોવાથી કરીના એકલી આવી હતી. દરમિયાન સૈફ અલી ખાન પણ આજે તેના મનપસંદ વ્હાઈટ કુર્તા-પાયજામામાં જાેવા મળ્યો હતો. વેબ સીરિઝ ‘તાંડવ’ના વિવાદ બાદ સૈફ અલી ખાન સાથે એક પોલીસકર્મી સુરક્ષામાં જાેવા મળ્યો હતો. ક્લિનિકમાં ચેકઅપ કરાવ્યા બાદ કરીના કપૂર પોતાની મમ્મી બબીતા કપૂર સાથે બહેન કરિશ્માના ઘરે જાેવા મળી હતી.
કરીના કપૂર પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં પણ ખાસ્સી એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા જ કરીના કપૂરે કોઈ બ્રાન્ડ માટે ફોટોશૂટ કર્યું હતું. જેની ઝલક ઈન્સ્ટાગ્રામ પર બતાવતા બેબોએ લખ્યું હતું, ૯ મહિના અને મજબૂત છું. કરીના પહેલી પ્રેગ્નેન્સીની જેમ આ વખતે પણ કરીનાએ કામ ચાલુ રાખ્યું છે. કોરોના કાળમાં ન્યૂ નોર્મલ સાથે બેબો સેટ પર પહોંચી હતી અને આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિવાય પણ બેબોએ પોતાના રેડિયો શોનું શૂટિંગ કર્યું હતું.
તો બાળકના જન્મ વખતે સૈફ અલી ખાન પણ પેટરનિટી લીવ લેવાનો છે. આ અંગે તેણે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ જણાવ્યું, કે, ‘જ્યારે ઘરમાં નવું મહેમાન આવે તો કામ કરવાની કોને ઈચ્છા થાય. જાે તમે બાળકોને મોટા થતા નથી જાેતા તો તે તમારી મોટી ભૂલ છે. ૯થી ૫નો રુટિન ફોલો કરવાની જગ્યાએ હું લીવ લેવાનું પસંદ કરીશ. મેં મારા ત્રણેય બાળકોના જન્મ વખતે રજા લીધી હતી. હું એક એક્ટરની લાઈફ જીવું છું પરંતુ પોતાના કામમાંથી રજા પણ લઈ શકું છું. સારા અલી ખાનના જન્મ વખતે પણ મેં આ જ કર્યું હતું’. આ તરફ સૈફ-કરીના અને તૈમૂર બીજા બાળકના જન્મ પહેલા નવા ઘરમાં શિફ્ટ થયા છે.