Western Times News

Gujarati News

મુંબઇમાં મહિલાએ જ્વેલરને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લીધો

મુંબઈ, આજકાલ હનીટ્રેપના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. સુરત શહેરમાં પણ તાજેતરમાં આવા એક કિસ્સામાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ગત અઠવાડિયે પુણે પોલીસે ૧૬ યુવક અને ત્રણ યુવતીને અલગ અલગ પ્રલોભનો આપી હોટલમાં બોલાવી લૂંટી લેનાર એક યુવતીની ધરપકડ કરી હતી. મુંબઈના વસઈમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ્વેલરને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા બદલે પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. આ કિસ્સામાં મહિલાએ જ્વેલરને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન તેના અન્ય સાથીઓએ બંનેની પ્રેમક્રીડાને કેમેરામાં કંડારી લીધી હતી અને બાદમાં પૈસા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં પીડિત દુર્ગાસિંઘ રાજપૂત મુખ્ય આરોપી પ્રજાક્તા પાટીલના સંપર્કમાં આવ્યો હતો. પ્રજાક્તા તેણીના શૉરૂમ ખાતે દાગીના ગીરવે મૂકવા માટે આવી હતી. જે બાદમાં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

આ દરમિયાન ત્રીજી ફેબ્રુઆરીના રોજ પ્રજાક્તાએ જ્વેલરને પોતાના ઘરે બોલાવ્યો હતો. અહીં બંને પ્રેમમાં લીન થઈ ગયા હતા. પ્રેમક્રીડા બાદ રાજપૂત પ્રજાક્તાના ઘરેથી નીકળવાનો જ હતો ત્યારે ત્યાં અન્ય આરોપી જ્યોતિ ઉપાધ્યાય અને બીજા બે લોકો આવી પહોંચ્યા હતા. હકીકતમાં તમામ લોકો બીજા રૂમમાં સંતાયેલા હતા અને બંનેની કામક્રિડા કેમેરામાં કેદ કરી રહ્યા હતા. જે બાદમાં ત્રણેય લોકોએ પ્રજાક્તા સાથેની કામક્રીડાનો વીડિયો રાજપૂતને બતાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. જે બાદમાં ચારેય લોકોએ મળીને રાજપૂતને લૂંટી લીધો હતો. તેની પાસે રહેલી રોકડ અને ઘરેણા લઈ લીધા હતા. આ ઉપરાંત ૪,૫૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવ્યા હતા.

આ દરમિયાન ચારેયએ રાજપૂતને વીડિયો વાયરલ કરી દેવાની તેમજ તેના પરિવારના સભ્યો સુધી પહોંચાડી દેવાની ધમકી પણ આપી હતી. આ બનાવના બે દિવસ સુધી તમામ આરોપી મહિલાઓ અને પુરુષોએ રાજપૂતને પૈસા માટે સતત ફોન કૉલ કર્યાં હતાં. જે બાદમાં શનિવારે રાજપૂતે આ મામલે વાલીવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. રાજપૂતે પોલીસને જણાવ્યું હતું કે તેને કેવી રીતે હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. રાજપૂતે આપેલી માહિતીના આધારે પોલીસે દરોડો કરીને બંને મહિલાઓની તેના ઘરેથી ધરપકડ કરી હતી. જાેકે, આ દરમિયાન બે પુરુષો ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ મામલે ચારેય સામે આઈપીસીની કલમ, ૩૯૪, ૩૬૪, ૩૮૪ અને ૩૮૫ હેઠળ ગુનો નોંધ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.