ઉત્તરાખંડમાં ૨૬ મોત, ૧૯૭ લોકો લાપતા
સૌથી મોટી મુશ્કેલી તપોવન ટનલમાં આવી રહી છે, જ્યાં લગભગ ૩૭ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
ચમોલી, આર્મી, એસડીઆરએફ, એનડીઆરએફ સહિત અનેક એજન્સીઓ તપોવન ટનલમાં કામ કરી રહી છે અને બચેલા લોકોને રાહત પહોંચાડી રહી છે. મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી હતી અને મંગળવારે સવારથી ફરી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યાની ઘટના બાદ હવે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટી મુશ્કેલી તપોવન ટનલમાં આવી રહી છે, જ્યાં લગભગ ૩૭ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આ ટનલ કાદવથી ભરેલી છે, તેથી અંદર જવા માટે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
જાેકે બચાવ ટીમ હજી પણ આ અભિયાનમાં વ્યસ્ત છે. ઉત્તરાખંડની ઘટનામાં અત્યાર સુધી ૨૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૧૯૭ લોકો લાપતા છે.