કેમેરા જાેતા ચાદર લપેટીને સારા અલી ખાન ભાગી ગઈ
મુંબઈ: સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ચાદર ઓઢીને જતા દેખાય છે. જાેકે અચાનક જ પાપારાજીનો સામનો થતા સારા કેમેરા જાેઈને ત્યાંથી દોડવા લાગે છે. જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સારા અલી ખાનનો આ વીડિયો શેર કર્યો છે. વિરલે વીડિયોને શેર કરતા લખ્યું હતું કે, આજે બધુ ઉલ્ટુ થઈ ગયું. અમૃતાજીના ફોટો માટે પોઝ આપ્યો અને સારા ભાગી ગઈ.
આ સાથે જ અમૃતા સિંહના બર્થડે માટે પણ વાત આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવી હતી. આ વીડિયોમાં કરીના અને કરિશ્મા કપૂર પણ દેખાઈ રહી છે. બંને પોતાની માતા બબીતા સાથે છે. આ વીડિયો પર ફેન્સ ખૂબ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, સારાએ જરૂર કોઈ કાંડ કર્યો છે. કોઈએ લખ્યું, સારા આટલી દોડીને કેમ ભાગી રહી છે?
લોકો સવાલ કરી રહ્યા છે- શું સારા ઠીક છે? ઉલ્લેખનીય છે કે બર્થ ડે હંમેશા પ્રેમ અને કૃતજ્ઞતા વિશે હોય છે. અમૃતા સિંહ આજે બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ત્યારે, મમ્મી સાથે ક્લોઝ બોન્ડ શેર કરતી એક્ટ્રેસ સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડપર પર હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. આ સાથે તેણે ભાઈ ઈબ્રાહિમ અને મમ્મી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં સારા બ્લૂ બિકીનીમાં અને અમૃતા સિંહ આ જ કલરના ટોપમાં જાેવા મળી રહી છે. તસવીરમાં ત્રણેય કેમેરા સામે જાેઈને સ્મિત આપી રહ્યા છે. સારા ઘણીવાર કહી ચૂકી છે કે, તે તેની મમ્મી અમૃતા સિંહની પ્રતિબિંબ છે.