Western Times News

Gujarati News

રામ તેરી..માં મંદાકિનીની લોકપ્રિયતા રાજીવને ખૂંચી હતી

મુંબઈ: ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂર હવે આ દુનિયામાં નથી રહ્યા. તારીખ ૯ ફેબ્રુઆરીએ એટલે કે મંગળવારે ૫૮ વર્ષની ઉંમરમાં રાજીવ કપૂરનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમના ભાઈ રણધીર કપૂર તેમને ચેમ્બૂર સ્થિત હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું. રાજીવ કપૂર એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર હતા.

તેમણે વર્ષ ૧૯૮૫માં આવેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’માં મુખ્ય હીરોનો રોલ કર્યો હતો, આ ફિલ્મ રાજીવ કપૂરના પિતા રાજ કપૂરે ડિરેક્ટ કરી હતી. તો ચાલો જાણીએ રાજીવ કપૂરના ફિલ્મી કરિયર સાથે જાેડાયેલા કેટલાંક રસપ્રદ કિસ્સા વિશે. એક્ટર તરીકે રાજીવ કપૂરની જાણીતી ફિલ્મોમાં રામ તેરી ગંગા મેલી, લવર બૉય, મેરા સાથી, આસમાન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે રાજીવ કપૂરે ‘આ અબ લોટ ચલે’, ‘પ્રેમગ્રંથ’, ‘હીના’ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી.

જ્યારે ‘પ્રેમગ્રંથ’માં રાજીવ કપૂર ડિરેક્ટર હતા. આ સિવાય તે સમયે એવી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી કે પિતા રાજ કપૂરની સાથે રાજીવ કપૂરના કેટલાંક મતભેદો ચાલી રહ્યા હતા. રાજીવ કપૂરે પિતા રાજ કપૂરે ડિરેક્ટ કરેલી ફિલ્મ રામ તેરી ગંગા મેલી’માં લીડ રોલ કર્યો હતો.

આ ફિલ્મ ખૂબ હિટ રહી પણ તેની ક્રેડિટ એક્ટ્રેસ મંદાકિની લઈ ગઈ હતી. આ ફિલ્મના કેટલાંક સીન્સ તે સમયે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થયા પછી

જ્યાં જુઓ ત્યાં રાજીવ કપૂરની જગ્યાએ એક્ટ્રેસ મંદાકિનીની ચર્ચા થઈ રહી હોવાથી રાજીવ કપૂર થોડા પરેશાન થયા હતા. પિતા રાજ કપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’માં રાજીવ કપૂર અસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. આ ફિલ્મમાં કામ કરતી વખતે રાજીવ કપૂરની તે ફિલ્મની લીડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેની સાથે દોસ્તી થઈ ગઈ હતી.

રાજ કપૂરે ઘણી વખત રાજીવ કપૂરને પદ્મિની કોલ્હાપુરેની આસપાસ જાેયા હતા. મીડિયામાં જ્યારે તેઓ બંને વચ્ચે અફેરની વાતો ઉડી ત્યારે રાજ કપૂરે પદ્મિની કોલ્હાપુરેથી દૂર રહેવા રાજીવ કપૂરને જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.