Western Times News

Gujarati News

જાહેરક્ષેત્રની બેંકો માર્ચમાં ચાર દિવસ બંધ રહેશે

Files Photo

અમદાવાદ: જાે તમારું અકાઉન્ટ જાહેરક્ષેત્રની બેંકોમાં હોય તો, ૧૩ માર્ચથી ૧૬ માર્ચ, એમ ત્રણ દિવસ સુધી કોઈ બેકિંગ એક્ટિવિટીનું શિડ્યૂલ કરવાનું ટાળજાે. મહાગુજરાત બેંક એમ્પલોયી અસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ગુજરાતભરની ૧૮ હજાર શાખાઓના આશરે ૫૫ હજાર જેટલા કર્મચારીઓ ૧૫ અને ૧૬ માર્ચે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં જાેડાવાનું આયોજન કરી રહ્યા છે. ધ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને બે દિવસની હડતાળની જાહેરાત કરી છે.

બેંકોનું સંગઠન જાહેરક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં છે. વાત એમ છે કે, કેન્દ્રીય મંત્રી ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૧ની રજૂઆત કરતાં બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બે બેંકોનું ખાનગીકરણ સરકારની વિનિવેશ યોજના હેઠળ કરવામાં આવશે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી અસોસિએશનના મહાસચિવ સી એચ. વેંકટચલમના જણાવ્યા પ્રમાણે, મંગળવારે હૈદરાબાદમાં યુએફબીયુની બેઠક યોજાઈ હતી.

જેમાં બેંકોના ખાનગીકરણ કરવાના સરકારના ર્નિણયનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, બેઠકમાં કેન્દ્ર સરકારના બજેટમાં સુધારાને લઈને કરવામાં આવેલી વિવિધ જાહેરાતો પણ ચર્ચા થઈ. તેમાં આઈડીબીઆઈ બેંક અને જાહેરક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ, બેડ બેંકની સ્થાપના, એલઆઈસીમાં વિનિવેશ, એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ, ઈન્શ્યોરન્સ સેક્ટરમાં ૭૪ ટકા સુધીની એફડીઆઈની મંજૂરી અને જાહેરક્ષેત્રના ઉપક્રમોનું વેચાણનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.