આંદોલનજીવી શબ્દને કિસાન સંગઠન હથિયાર બનાવશે
નવીદિલ્હી, સંસદ દ્વારા પસાર ત્રણ કૃષિ કાનુનોની વિરૂદ્ધ કિસાનોનું આંદોલન જારી છે સરકારની સાથે કિસાન સંગઠનોની અનેક દૌરની વાર્તા પણ થઇ ચુકી છે પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી બંન્ને પક્ષો પોત પોતાની વાત પર મકકમ છે ત્યારે કિસાન નેતાઓ હવે આવનારા દિવસોમાં પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પંચાયત સ્તરની સભા ફરીથી બોલાવી શકે છે જાે કે તેઓ એ વાતની પણ રાહ જાેઇ રહ્યાં છે કે સરકાર કોઇ નવો પ્રસ્તાવ તેમને આવે
કિસાન નેતાઓની ચાર સ્તરીય રણનીતિના વ્યાપક સંદર્ભોમાં વિવિધ રાજયો પંજાબ હરિયાણા પશ્ચિમી યુપીની બહારમાં પંચાયત સ્તર પર એકત્રિત થવું વધુ ચક્કાજામ સામેલ છે ટોલ પ્લાઝા અને બે કોર્પોરેટ અંબાણી અદાણીના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની પણ યોજના બનાવી રહ્યાં છે.
રણનીતિ હેઠળ કિસાન નેતા ભીડ એકત્રિત કરવા માટે આવનારા દિવસોમાં દિલ્હીની આસપાસના વિવિધ સ્થાનોથી પ્રદર્શન સ્થળો તરફ પ્રસ્થાન કરશે અહીં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણી આંદોલનજીવી (ધંધાદારી પ્રદર્શનકારી) અને પરિજીવી (પરજીવી)નો ઉપયોગ કરશે તેના માટે તે ટ્રેડ યુનિયનોની પણ મદદ માંગશે આ સાથે ઔદ્યોગિક શ્રમિકો બેરોજગાર યુવાનો અને અન્ય લોકોની વચ્ચે જશે તે પ્રદર્શન દરમિયાન સત્તા પાર્ટીના નેતાઓ માટે કોર્પોરેટજીવી શબ્દનો ઉપયોદ કરશે કિસાન નેતાઓ આગામી દિવસોમાં આંદોલનની રૂપરેખા નક્કી કરશે.HS