ગ્લેન્ડરનો રોગઃ ઘોડા, ગધેડાને જાહેરમાં લાવવા ઉપર પ્રતિબંધ
અમદાવાદના ગોમતીપુરમાં એક અશ્વને ‘ગ્લેન્ડર’નો રોગ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસે હવે ઘોડા-ગધેડા અને ખચ્ચર અંગે જાહેરનામું બહાર પાડ્યુ છે. ગોમતીપુરમાં એક અશ્વને ‘ગ્લેન્ડર’નો રોગ થયો હોવાનું સ્પષ્ટ થતાં આ પશુઓને જાહેરમાં માનવ વસ્તીવાળા, ફરવાના સ્થળોએ લઈ જવા, રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ પશુ મૃત્યુ પામે તો તેને દાટવા સામે અને ચિકિત્સા પ્રમાણ પત્ર ફરજીયાત મેળવવા માટે પોલીસ કમિશ્નરે જાહેર નામું બહાર પાડ્યુ છે.
પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે જાહરેનામામાં જણાવ્યુ છે કે નાયબ પશુપાલન નિયામક કચેરીના પત્ર મુજબ ગોમતીપુરમાં એક અશ્વમાં ગ્લેન્ડરને પોઝીટીવ કેસ જાવા મળ્યો છે. અશ્વ (ઘોડા) ગંદર્ભ (ગધેડા) અને ખચ્ચરમાં જાવા મળતો આ રોગ જૂનો અને ચેપી છે. અશ્વની હેરફેર થતાં હોય એવા વિસ્તારના પશુમાં રોગનુ મહ¥વ વધી જાય છે. અસ્વચ્છ, ખરાબ Âસ્થતિમાં આ રોગ ભાગ્યે જ અઠવાડીયામાં વધારે ચેપગ્રસ્ત વાતાવરણમાં જીવ શકે છે.
ભેજવાળા વાતાવરણમાં રોગના જંતુ લાંબો સમય જીવી શકે છે. આ રોગની કોઈ રસી (દવા) ઉપલબ્ધ નથી. આવો રોજ જે પશુને થયો હોય તેને મારીને દાટી દેવામાં અવો છે. ગ્લેન્ડર રોગ મનુષ્યમાં પણ ફેલાઈ શકે તેમ હોવાથી રોગને અટકાવવા પશુને મારીને દાટી દેવા ઉપર પ્રતિબંધ મુકવો અનિવાર્ય છે એવું જાહેરનામું બહાર પડાયુ છે. શહેરમાં ઘોડા-ગધેડા કે ખચ્ચરનું પશુ દવાખાનામાં ચેક-અપ કરાવી તે ‘રોગીસ્ટ’ નથી એવું પ્રમાણ પત્ર મેળવવાનું રહેશે.