કુવિચારનું ફળ: વિકારને બાળો, કુવિચારને કાઢો, ગમે તે સ્થિતીમાં કુવિચાર કરવો ભયંકર છે
સૃષ્ટિના આરંભની વાત છે. ગાય અને ઘોડાને મૈત્રી હતી સાથે ચરે અને ફરે. એક દિવસ ઘોડો નારાજ થઈને મનુષ્ય પાસે પહોચ્યો અને બોલ્યોઃ ‘ગાયના આંચળમાં અમૃત ભરેલું છે. તે પીતા કેમ નથી ? ડર્યા વિના મારી પીઠ પર બેસો અને ડંડાથી ગાયને વશ કરો.’
મનુષ્યે ઘોડાની મદદથી ગાયને ખીલે બાંધી. પણ બીજે જ ઘોડાને પણ બાંધ્યો. ઘોડાએ છૂટવા માટે ઘણા ધમપછાડા આ જાેઈ ગાયે કહ્યુંઃ ‘હવે તો બંધાઈ રહે જ છૂટકો છે.
મનુષ્ય મારું દૂધ પીશે અને તારી પીઠ પર બેસશે. આ બધું તારા કુવિચારનું ફળ છે !’ અગ્નિને બોલનાર લાકડું એમ વિચારે છે. કે હવે મારા સંપર્કમાં આવનાર સર્વને બાળી નાખીશ. પણ એ અહીં વિચારે કે તે અગ્નિ દ્વારા પોતે પણ ભસ્મીભુત થઈ જશે.
મનુષ્યમાં ઉત્પન્ન થતો કુવિચાર આમ જ કરે. વિકારને બાળો, કુવિચારને કાઢો. ગમે તે સ્થિતીમાં કુવિચાર કરવો ભયંકર છે. સદ્દવિચાર જ શુભ પરિણામ લાવે.