હું મુંબઈ સલમાન સાથે લગ્ન કરવા આવી હતી : સોમી
મુંબઈ: પાકિસ્તાની મૂળની જાણીતી અભિનેત્રી સોમી અલી ફરી એકવાર ચર્ચામાં છે. તે વર્ષ ૧૯૯૧માં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે અમેરિકાથી આવી હતી. તે સમયે સોમી અલી માત્ર ૧૬ વર્ષની હતો. તેણે મુંબઈ આવીને સલમાન ખાનની સાથે ફિલ્મો પણ કરી હતી. જાેકે સલમાન ખાન અને સોમી અલીની ફિલ્મ ક્યારેય રિલીઝ નહોતી થઈ,
પણ આ બંનેના સંબંધો ખૂબ ચર્ચામાં રહ્યા. સોમી અલીએ તાજેતરમાં પોતાની અંગત જિંદગી સિવાય ફિલ્મી કરિયર વિશે ઘણી વાતો કરી હતી. આ ઉપરાંત તેણે સલમાન ખાન સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી હતી. સોમી અલીએ કહ્યું કે, ‘મેં ૧૬ વર્ષની ઉંમરે સલમાન ખાનની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ જાેઈ હતી અને મને લાગ્યું કે મારે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે.
અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘મેં મારી માતાને કહ્યું કે, હું કાલે ભારત જઇ રહી છું. મેં મારી જીદ કરી. મુંબઈના અમારા સંબંધીને મળવા અને તાજમહેલ જાેવા માટે ભારત જવા મારા માતા-પિતાને સમજાવ્યા. પછી કેટલાક દિવસ પાકિસ્તાનમાં રોકાઈને હું મુંબઇ પહોંચી.
સોમીએ કહ્યું કે, મુંબઇ આવ્યા પછી તે પોતાનો પોર્ટફોલિયો બનાવવા માટે ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યાકને મળી અને પ્રોડક્શન હાઉસમાં જવા લાગી. આ દરમિયાન એક દિવસ પ્રોડક્શન હાઉસમાં સલમાન ખાનની નજર સોમી અલી પર પડી, ત્યારબાદ તેણે ફિલ્મ બુલંદ માટે ઓડિશન આપ્યું હતું. જાેકે, આ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ શકી,
પરંતુ સોમી અલીને તે પછી ફિલ્મની ઓફર મળવાનું શરૂ થયું. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય સોમી અલીએ તેની પર્સનલ લાઈફ વિશે પણ વાત કરી હતી. સલમાન ખાનને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી સોમી અલીની રિલેશનશિપ ૧૯૯૯માં પૂરી થઇ ગઈ.
ત્યાર બાદ સોમી યુએસ પરત ફરી અને તેના અભ્યાસમાં લાગી ગઈ. હવે તે ‘નો મોર ટીઅર્સ’ નામનું એનજીઓ ચલાવે છે. આ સંસ્થા માનસિક અને શારીરિક શોષણ કરનારા લોકોને મદદ કરે છે.
સોમીએ પોતાની દર્દનાક વાતો પણ જણાવી. તેણે કહ્યું કે, તે પાકિસ્તાનમાં મોટી થઇ, જ્યાં તેણે ઘરેલુ હિંસા પણ જાેઈ. તેણે એમ પણ કહ્યું કે, ૫થી ૯ વર્ષની ઉંમર દરમિયાન યૌન શોષણ પણ થયું. જે બાદ ૧૧ વર્ષની વયે હું અમેરિકા જતી રહી. જે બાદ મારા પાર બળાત્કાર થયો. તેણે ઉમેર્યું કે ‘જે મારી સાથે થયું, તે બીજા સાથે ન થાય.