Western Times News

Gujarati News

અમદાવાદ “ખાડા નગરી” બન્યું

 

મ્યુનિ. કોર્પો.માં  : આ અંગે રજુઆતો કરવા છતાં માત્ર ડામર પાથરીને ખાડા પુરી દેવામાં આવતા તે ફરી વખત ઉખડી જાય છે

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઝરમર વરસાદ પડી રહયો છે તેમ છતાં અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ ઉપર ખાડાઓ પડી જતાં આજે અમદાવાદ શહેર ખાડાનગરી બની ગઈ છે જેના પરિણામે અકસ્માતોની સંખ્યા પણ સતત વધવા લાગી છે. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે.

રસ્તો બનાવવામાં હલકી ગુણવત્તાની ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ થઈ રહયો છે ખાડા નગરી બની ગયેલા અમદાવાદ શહેરમાં વસતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને વાહનચાલકો મુસીબતનો સામનો કરી રહયા છે.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન માત્ર બે વખત જ ભારે વરસાદ પડયો છે તેને બાદ કરતા માત્ર ઝરમર વરસાદ પડી રહયો છે તેમ છતાં શહેરમાં બનાવવામાં આવેલા રસ્તાઓ તુટવાથી શહેરમાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે અને રસ્તાઓ પણ જાખમી બની જતાં વાહન ચાલકો માટે મુશ્કેલી પડી ગઈ છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી તૂટેલા રસ્તાઓ ઉપર પસાર થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહયા છે ઝરમર વરસાદમાં શહેરમાં પડી રહેલા ખાડાઓના કારણે સંખ્યાબંધ વાહનચાલકો પટકાયાની ઘટના પણ ઘટી છે. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક રસ્તાઓતો નવા જ બનાવવામાં આવેલા હતા તેમ છતાં તૂટી જતાં કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે.

અમદાવાદ શહેર ખાડાનગરીમાં પરિવર્તિત થઈ જતાં નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે ઝરમર વરસાદમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે શહેરના ઓઢવ વિસ્તારમાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો બીજીબાજુ મ્યુનિ. કોર્પો.માં આ અંગે રજુઆતો કરવા છતાં માત્ર ડામર પાથરીને ખાડા પુરી દેવામાં આવતા તે ફરી વખત ઉખડી જાય છે જેના પરિણામે તેની ગુણવત્તા પર સવાલો ઉઠી રહયા છે.

અમદાવાદ શહેરમાં ખાડાઓના કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી છે શહેરના વિજયનગર ચાર રસ્તાથી ગુરૂકુળ સુધી મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહયું છે પરંતુ સાઈડમાં આવેલા રસ્તાઓ ઉપર ઉંડા ખાડા પડી ગયેલા હોવાથી આ રોડ પર સતત ટ્રાફિકજામ જાવા મળે છે જેના પરિણામે વાહનચાલકોને લાંબો સમય સુધી રાહ જાવી પડે છે.

અમદાવાદ શહેરમાં અનેક રસ્તાઓ તુટી ગયા છે ત્યારે વસ્ત્રાપુર ગામમાં કોર્પોરેશને ભરચોમાસે રસ્તો ખોદી નાંખતા લોકોમાં રોષ ફેલાયો છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રસ્તા ઉપર ખોદકામ કરાતા એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

જેના પરિણામે સતત ટ્રાફિકજામ થઈ જાય છે. ચોમાસામાં રસ્તો ખોદી નાંખવામાં આવતા આ રસ્તા પર હવે લોકો પસાર થવાનું ટાળવા લાગ્યા છે પરંતુ સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં તૂટી ગયેલા રસ્તાઓથી હવે નાગરિકોમાં રોષ જાવા મળી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.