Western Times News

Gujarati News

કેટલાક લોકો ભારતમાં મુસ્લિમોને અલગ પાડવા પ્રયાસ કરી રહ્યા છેઃ હામિદ અન્સારી

નવી દિલ્હી, દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પોતાના પુસ્તકના પરની ચર્ચાના  પ્રસંગે ફરી એક વખત મુસ્લિમ ઓળખનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અ્ન્સારીએ કહ્યુ હતુ કે, દેશમાં કેટલાક લોકો દ્વારા મુસ્લિમોને અલગ પાડવા માટે સંગઠિત પ્રયત્નો થઈ રહ્યા છે.પણ સવાલ એ છે કે, કોઈ વ્યક્તિ આ દેશનો નાગરિક હોય તો તે એ તમામ ચીજોનો લાભ મેળવવા માટે હકદાર છે જે તેને નાગરિકતાના કારણે મળે છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારતીય સમાજમાં વિવિધતા સદીઓથી અસ્તિત્વમાં છે.મુસ્લિમ આઈડેન્ટીટી પરની ચર્ચા બકવાસ છે.હું ચાર દાયકા સુધી ડિપ્લોમેટ રહ્યો હતો અને મારા અનુભવ પ્રમાણે મુસ્લિમ હોવાની ચર્ચા પણ થતી નહોતી.હું જ્યારે મુશ્કેલ સમયમાં ભારત વતી યુએનમાં ફરજ બજાવતો હતો ત્યારે મારુ મુસ્લિમ હોવાનુ મહત્વ નહોતુ પણ મારી લાયકાત મહત્વ રાખતી હતી.

આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રના પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, હું અને હામિદ અન્સારી દુખી છે કારણકે કેટલાક વર્ષોથી જે ઘટનાઓ બની રહી છે તે મુસ્લિમો માટે ખતરો ઉભો કરી રહી છે અને ભારતમાં મુસ્લિમ ઓળખને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.હાલની સરકાર તેમને નિશાન બનાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.