Western Times News

Gujarati News

મમતા બેનર્જી પણ જય શ્રી રામ બોલશે: ગૃહમંત્રી અમિત શાહ

કોલકતા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને ગરમાવો હવે ચરમ સીમા પર છે. રાજ્યની મમતા સરકારને પડકાર કરી રહેલ ભાજપે આજથી રાજ્યમાં પોરિબોર્તન યાત્રા શરૂ કરી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં ભારતીય જનતા પાર્ટીની પોરિબોર્તન યાત્રાને લીલી ઝંડી બતાવી હતી.

અમિત શાહે અહીં મમતા બેનર્જી પર જાેરદાર પ્રહાર કર્યા અને કહ્યું કે મમતા જય શ્રી રામના નારા લગાવવા ગુનો લાગે છે. અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જી ચૂંટણીના અંતમાં જય શ્રી રામ પણ બોલશે.

મમતા બેનર્જી આ કામ ફક્ત એક સમુદાયના મત મેળવવા માટે કરે છે. ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપ રાજ્યમાં ચૂંટણી જીત્યા બાદ આગામી ૫ વર્ષમાં સોનાર બંગાળ બનાવી દેશે.

અમિત શાહે કહ્યું વધુમાં કહ્યું કે, બંગાળમાં ગુંડાઓના આધારે મમતા બેનર્જી ચૂંટણી જીતે છે. જાે જય શ્રી રામ બંગાળમાં નહીં બોલે તો શું તે પાકિસ્તાનમાં બોલશે?

અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જી ચૂંટણીના અંતમાં જય શ્રી રામ પણ બોલશે. મમતા બેનર્જી આ કામ ફક્ત એક સમુદાયના મત મેળવવા માટે કરે છે.

ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી હતી કે, ભાજપ સરકાર બનતાની સાથે જ એક અઠવાડિયામાં બંગાળમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવશે. મમતા અને તેના ભત્રીજા મે પછી કેન્દ્રની યોજનાઓનો અમલ અટકાવી શકશે નહીં.

ગૃહમંત્રીએ કહ્યું કે હું તૃણમૂલના નેતાઓને સાંભળી રહ્યો છું, તેઓ કહેતા હતા કે પોરિબોર્તન યાત્રા કેમ નીકળી રહ્યા છો, સારું તો ચલી રહ્યું છે.

હું આજે બંગાળના આ તીવ્ર જન માનસની વચ્ચે કહેવા આવ્યો છું કે આ પોરિબોર્તન યાત્રા મુખ્યમંત્રી બદલવા માટે પોરિબોર્તન યાત્રા નથી, કોઈ નેતાને હરાવવા અને બીજા નેતા લાવવા માટે નથી, બંગાળની પરિસ્થિતિને બદલવા માટે આ પોરિબોર્તન યાત્રા છે.

અમિત શાહે કહ્યું કે આ પોરિબર્તન યાત્રા ઘુસણખોરી, બેરોજગાર, બોમ્બ ધડાકાથી રાજ્યની આઝાદી માટે છે. તે રાજ્યના ખેડુતોના જીવનમાં પરિવર્તન લાવશે. આ પોરિબોર્તન યાત્રા બંગાળને સોનાર બંગાળ બનાવવાની દિશામાં પહેલ છે.

તેમણે કહ્યું કે પોરિબોર્તન યાત્રા આજથી અહીંથી શરૂ થઈ રહી છે. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બંગાળમાં ત્રણ સ્થળોથી પોરિબોર્તન યાત્રા શરૂ કરી છે. ચોથી પોરિબોર્તન યાત્રા આજથી શરૂ થઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.