સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો
નવીદિલ્હી, નવા વર્ષની શરૂઆતથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આ વધારાના કારણે આટલા જ દિવસોમાં પેટ્રોલ-ડીઝલ ૪ રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. સમયાંતરે મોંઘા થઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. એવામાં બુધવારે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટોડો નહીં કરે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવાનો હજુ કોઈ પ્રસ્તાવ નથી. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો કે ઓછો કરવો સરકારની જરૂરિયાતો અને માર્કેટની સ્થિતિ જેવા અનેક પાસાઓ પર ર્નિભર કરે છે.માત્ર ૩ દિવસના વધારાથી પેટ્રોલ અને ડીઝલ લગભગ ૧ રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. દિલ્હીમાં મંગળવાર અને બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી ૬૦ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. બીજી તરફ આજે ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ત્યારબાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ૮૭.૮૫ રૂપિયા થઈ ગયો. જાે ડીઝલની વાત કરીએ તો આજે ૭૮.૦૩ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવો જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૮૭.૮૫ રૂપિયા અને ડીઝલ ૭૮.૦૩ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૪.૩૬ રૂપિયા અને ડીઝલ ૮૪.૯૪ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૮૯.૧૬ રૂપિયા અને ડીઝલ ૮૧.૬૧ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૦.૮૧ રૂપિયા અને ડીઝલ ૮૩.૧૮ રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ લ ગ્રાહક ૐઁઁિૈષ્ઠી લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.HS