સગીરા ઉપર ૨ વર્ષ સુધી ૨૦ ફાયર ફાયટરોએ બળાત્કાર કર્યો
પેરિસ, ફ્રાન્સના પેરિસથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે સગીર હતી ત્યારે ૨૦ ફાયર ફાઇટરોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ૨૦ ફાયર ફાઇટરોએ ૨ વર્ષમાં સુધી તેના પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાના આ ખુલાસા બાદ પેરિસિના લોકો પીડિતાના સમર્થનમાં આવ્યા છે.
જણાવી દઈએ કે આ સમયે ફ્રાન્સની સુપ્રીમ કોર્ટમાં પીડિતા પર બળાત્કારના કેસની સુનાવણી ચાલી રહી છે. મહિલાનો આરોપ છે કે જ્યારે તે માત્ર ૧૩ વર્ષની હતી ત્યારે તેની સાથે પહેલીવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ૨ વર્ષ સુધી, ૨૦ ફાયર ફાઇટરોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અને કેટલીક વખત તેના પર ગેંગરેપ પણ કર્યો.
નોંધપાત્ર વાત એ છે કે પીડિતાના આક્ષેપો પર, ૨૦ આરોપીઓમાંથી ત્રણ આરોપીએ યુવતી સાથે સંબંધ બાંધવાની વાત કબૂલ કરી હતી, પરંતુ તેણે કહ્યું કે આ બધું મહિલાની મરજીથી થયું છે, અમે તેના પર બળાત્કાર ગુજાર્યો નથી.
પરંતુ બળાત્કાર બાદ પીડિતાએ એક પત્રિકામાં લખ્યું હતું કે બળાત્કારની ઘટના દરમિયાન તે ખૂબ જ ડરી ગઈ હતી. તેને લાગ્યું જાણે તે લકવાગ્રસ્ત થઈ ગઇ હોય. પીડિતાએ ફાયર ફાઇટર પર આરોપ લગાવ્યો કે તેને મેડિકલ ફાઇલમાંથી મોબાઇલ નંબર ચોરી કરી હતી. ત્યારબાદ મહિલાને મેસજ મોકલાવનું શરુ કર્યુ, પછી એકવાર આરોપીએ તેના કપડાં ઉતારવા કહ્યું. આ પછી આરોપીએ પીડિતાનો નંબર તેના અન્ય સાથીઓને આપ્યો છે. તેઓએ પણ પીડિતાને કપડાં ઉતારવાની માંગ કરી હતી.
પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે ૧૩ વર્ષની હતી ત્યારે આરોપી તેને તેના ઘરે લઈ ગયો હતો. આરોપીએ ત્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડી વાર પછી આરોપીના ૨ સાથીઓ ત્યાં પહોંચ્યા. ત્યારબાદ તેણે પીડિતા પર ગેંગરેપ કર્યો. બાદમાં આ ખૌફનાક સિલસિલો ચાલતો રહ્યો. આ સમય દરમિયાન ૨૦ ફાયર ફાઇટરોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.HS