ભૂકંપના ભીષણ ઝટકા બાદ ઑસ્ટ્રેલિયાએ સુનામીની પુષ્ટિ કરી
નવીદિલ્હી, દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં શક્તિશાળી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રત ૭.૭ માપવામાં આવી છે. માહિતી મુજબ ભૂકંપનુ કેન્દ્ર લૉયલ્ટી દ્વીપ સમૂહથી છ માઈલ દક્ષિણ-પૂર્વના ઉંડાણમાં હતુ. શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ ન્યૂઝીલેન્ડ, ન્યૂ કેલેડોનિયા, વનુઆતુ, ફિજી અને અન્ય પ્રશાંત દ્વીપ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ જિયોલૉજિકલ સર્વેએ દક્ષિણ પ્રશાંત મહાસાગરના આ દેશો માટે સુનામી માટે એલર્ટ જાહેર કર્યુ છે. આ બધા દેશોમાં ઈમરજન્સી સહાય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. એજન્સીએ કહ્યુ છે કે આવનારા અમુક કલાકોમાં આ ભૂકંપથી ખતરનાક સુનામી લહેરો સંભવ છે
ઑસ્ટ્રેલિયાઈ હવામાન એજન્સીએ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ૭.૭ની તીવ્રતાના ભૂકંપના કારણે સુનામી આવવાના સમાચારની પુષ્ટિ કરી છે. ઑસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ લૉર્ડ હોવે દ્વીપ માટે જાેખમ ગણાવ્યુ છે. એજન્સીએ કહ્યુ છે કે વિશેષ માહિતી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઑસ્ટ્રેલેયાઈ હવામાન એજન્સીએ સુનામીની એલર્ટ જાહેર કરીને કહ્યુ હતુ કે તે લૉર્ડ હોવે દ્વીપ માટે જાેખમ છે. જે ઑસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિથી લગભગ ૫૫૦ કિલોમીટર(૩૪૦ મીલ) પૂર્વમાં છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે જ અમેરિકી સુનામી ચેતવણી કેન્દ્રએ વાનીઆતુ અને ફિજી માટે ૦.૩થી એક મીટર સુધીની સુનામી અંગેની ચેતવણી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્રમાં ભૂકંપ આવવાની સંભાવના વધુ રહે છે કારણકે આ મહાસાગરની ચારે તરફ ભૂકંપીય દોષ લાઈનોની એક ઘોડાની નાળના આકારની શ્રૃંખલા ‘રિંગ ઑફ ફાયર’ સાથે સ્થિત છે. પ્રશાંત મહાસાગરમાં ૭.૭ની તીવ્રતાના ભૂકંપની અસર ન્યૂઝીલેન્ડથી ઈંડોનેશિયા સુધી થઈ છે ત્યારબાદ ઘણા ક્ષેત્રોમાં સુનામીનુ જાેખમ વધી ગયુ છે.HS