ફાસ્ટેગમાં હવેથી મિનિમમ બેલેન્સ રાખવું નહીં પડે
નવી દિલ્હી, જાે તમે નેશનલ હાઈવે પર ટ્રાવેલ કરો છો તો ફાસ્ટેગતો તમારી કારમાં લગાવ્યો જ હશે. જાે તમે ફાસ્ટેગ લગાવ્યો છે તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે. કાર ચાલકો તેનો સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ ર્નિણય લીધો છે કે, હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવું નહીં પડે. જાેકે, આ સુવિધા માત્ર કાર, જીપ કે વાન માટે જ છે. કોમર્શિયલ વ્હીકલ માટે નથી.
એનએચએઆઈએ જણાવ્યા મુજબ, હવે ફાસ્ટેગ આપતી બેંક સિક્ટોરિટી ડિપોઝિટ ઉપરાંત કોઈ મિનિમમ બેલેન્સ રાખવાનું ફરજ નહીં પાડી શકે. પહેલા જુદી-જુદી બેંક ફાસ્ટેગમાં સિક્યોરિટી ડિપોઝિટ ઉપરાંત મિનિમમ બેલેન્સ રાખવા માટે પણ કહી રહી હતી. કો ઈબેંક ૧૫૦ રૂપિયા તો કોઈ બેંક ૨૦૦ રૂપિયા મિનિમમ બેલન્સ રાખવા કહી રહી હતી. મિનિમમ બેલેન્સ હોવાના કારણે ઘણા ફાસ્ટેગ ઉપયોગકર્તા પોતાના ફાસ્ટેગ વોલેટમાં પુરતા રૂપિયા હોવા છતાં ટોલ પ્લાઝામાંથી પસાર થવાની મંજૂરી નહોંતી મળતી. પરિણામે ટોલ પ્લાઝા પર બિનજરૂરી ઝઘડા થતા હતા.
હવે, એનએચએઆઈએ ર્નિણય કર્યો છે કે, યૂઝરને ફાસ્ટેગ વોલેટમાં નેગેટિવ બેલેન્સ નહીં હોય તો ટોલ પ્લાઝા પર રોકવામાં નહીં આવે. એટલે કે જાે ફાસ્ટેગ વોલેટમાં ટોલ ફી કરતા ઓછા રૂપિયા હશે તો પણ ટોલ પ્લાઝા ક્રોસ કરી શકાશે. પછી ભલે ટોલ પ્લાઝા પાર કર્યા બાદ ફાસ્ટેગ અકાઉન્ટ નેગ્ટિવ જ કેમ ન થઈ જાય. જાે ગ્રાહક તેને રિચાર્જ નહીં કરાવે તો નેગેટિવ અકાઉન્ટની રકમ બેંક સિક્યોરિટી ડિપોઝિટમાંથી વસૂલ કરી શકે છે.
હાલમાં દેશભરમાં ૨.૫૪ કરોડથી વધુ ફાસ્ટેગ યૂઝર છે. હાલમાં નેશનલ હાઈવે પર કુલ ટોલ કલેક્શનમાં ૮૦ ટકા ફાળો ફાસ્ટેગનો છે. ફાસ્ટેગના માધ્યમથી અત્યારે રોજનું ટોલ કલેક્શન ૮૯ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ઉલ્લેખનીય છે કે, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧થી ફાસ્ટેગના માધ્યમથી ટોલ પ્લાઝા પર ચૂકવણી ફરજિયાત થઈ જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દેશભરમાં ટોલ પ્લાઝા પર ૧૦૦ ટકા કેશલેસ ટોલ મેળવવાનું લક્ષ્ય નિર્ધારતિ કર્યું છે.SSS