Western Times News

Gujarati News

ભારતમાં પ્રથમ વાર ટ્યુબલેસ વિડિયો આસિસ્ટેડ થોરાકોસ્કોપિક સર્જરી એપોલોમાં કરાઈ

https://westerntimesnews.in/news/apollo-cancer-centers-introduces-the-tubeless-video-assisted-thoracoscopic-surgery-vats-to-treat-lung-cancer-for-the-first-time-in-india/

અપોલો કેન્સર સેન્ટરે ફેફસાના કેન્સરની સારવાર માટે ભારતમાં પ્રથમ વાર ટ્યુબલેસ વિડિયો આસિસ્ટેડ થોરાકોસ્કોપિક સર્જરી  (VATS) શરૂ કરી

ચેન્નાઇ, અપોલો હોસ્પિટલ્સ ગ્રુપનો હિસ્સો અપોલો કેન્સર સેન્ટર્સ હંમેશા કેન્સરની સારવારમાં નવી ટેકનોલોજી લાવવામાં અગ્રેસર રહ્યાં છે. apollo-cancer-centers-introduces-the-tubeless-video-assisted-thoracoscopic-surgery-vats-to-treat-lung-cancer-for-the-first-time-in-india

અપોલો કેન્સર સેન્ટરે વધુ એક સફળતા હાંસલ કરી છે અને બાંગલાદેશમાં 15 વર્ષના દર્દીની સારવાર માટે ટ્યુબલેસ વિડિયો આસિસ્ટેડ થોરાકોસ્કોપિક સર્જરી  (VATS)નો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. ભારતમાં આ મિનિમમ ઇન્વેઝિવ પ્રોસીજર પ્રથમ વાર હાથ ધરવામાં આવી છે. Apollo Cancer Centers Introduces the Tubeless Video Assisted Thoracoscopic Surgery (VATS) to treat Lung Cancer for the First Time in India

ઓક્ટોબર 2019માં બાંગલાદેશમાં મોહમ્મદ નાહિદ હસન નામના દર્દીને ‘એવિંગ્સ સાર્કોમા ઓફ લેફટ ફેમુર’ (ડાબા થાપામાં હાડકું)નું નિદાન થયું હતું, આ કેન્સરની ગાંઠનું જૂજ સ્વરૂપ છે, જે હાડકામાં વૃધ્ધિ પામે છે અથવા હાડકાની આસપાસના નરમ કોષમાં વૃધ્ધિ પામે છે. સામાન્ય રીતે 10થી 20 વર્ષની વયના કિશોરોને આ ગાંઠ થાય છે.

આ ગાંઠ માટે નાહિદને બાંગલાદેશની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના પર કેટલીક કેમોથેરપી સેશન હાથ ધરવામાં આવી હતી. ફેબ્રઆરી 2020માં તેને એ જ ડાબા અવયવમાં ફ્રેક્ચર થયું હતું અને તે ઠીક થઈ ગયુ હતું.

લોકડાઉનના સમયગાળા દરમિયાન દર્દીને ધીમે ધીમે ડાબા ફેફસાના અપર લોબ (અંગનો હિસ્સો જે બાકીના શરીરથી અલગ હોવાનું લાગે)માં કેન્સરની ગાંઠ (metastatic lumps) થવા લાગી. ફેફસામાં થતી મેટાસ્ટેટિક ટ્યુમર કેન્સર છે, જે માનવ શરીરના અન્ય ભાગોમાં પણ પ્રસરે છે અને રક્તકોષિકાઓ દ્વારા ફેફસા સુધી ફેલાય છે. ફેફસા સુધી ફેલાતી સામાન્ય ગાંઠોમાં બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સરકોમા, બ્લેડર કેન્સર અને ન્યુરોબ્લાસ્ટોમા.

ડિસેમ્બર 2020માં નાહિદને વધુ તપાસ અને સારવાર માટે ચેન્નાઇના અપોલો કેસર સેન્ટરમાં લાવવામાં આવ્યો. આ કેન્સર ડાબા ફેફસાના અપર લોબમાં અનેક જગ્યાએ ફેલાઇ ગયું હતું. દર્દીની અગાઉની આરોગ્ય જટિલતાઓને જોતાં ટ્યુબલેસ વિડિયો આસિસ્ટેડ થોરાકોસ્કોપિક સર્જરી  (VATS) કરવાની ભલામણ કરવામાં આવી હતી.

શરીરમાં પોલી જગ્યાએ ટ્યુબ નાખવાને બદલે તેના લંગ મેટાસ્ટેટિસ નોડ્યુલ દૂર કરવા માટે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને દર્દીન બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

અપોલો કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ થોરાસિક ઓન્કોલોજિસ્ટ ડો. અભિજીત દાસે આ સર્જરી અંગે જણાવ્યું કે, “પારંપારિક પ્રક્રિયાની સરખામણીમાં ટ્યુબલેસ VATS ટેકનિકના અનેક લાભ છે.  આ ટેકનિકથી દુઃખાવો ઓછો થાય છે, ઓછું લોહી જાય છે અને ઝડપી રિકવરી થાય છે.

આ ટેકનિકથી દર્દીની રોગપ્રતિકારક સ્થિતિમાં ઓછામાં ઓછી અસર થાય છે, જે ઓપન સર્જરી કરતાં ચોક્કસ સુધારો સૂચવે છે. આ પ્રક્રિયામાં ઓપરેશન પછી ચેપ લાગવાની અને કોમ્પિલકેશન થવાની શક્યતા ઓછી છે. ટ્યુબલેસ VATSમાં ઇન્ટ્યુબેશન, ચેસ્ટ ડ્રેનેજ અને યુરિનરી કેથેટરાઇઝેશન સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ ટાળી શકાય છે.”

આ જ રીતે, 2016માં 23 વર્ષીય મોહમ્મદ ઇફ્તેખાર રહેમાન (બાંગલાદેશ)ને ડાબા થાપા પર ઓસ્ટિયોસરકોમા (બોન કેન્સર)નું નિદાન થયું. બાંગલાદેશમાં તેનાં પર કેમોથેરપી અને પછી લિમ્બ સાલ્વેજ સર્જરી કરીને ગાંઠ કાઢી નાખવામાં આવી હતી. ગયા વર્ષે તેને કોવિડ 19ન ચેપ લાગ્યો હતો અને સારવાર કરવામાં આવી હતી.

આ સમયગાળામાં આશરે લેફ્ટ લોઅર લોબ લંગમાં 10X8સેન્ટીમીટર કદની વિશાળ ગાંઠ હોવાનું નિદાન થયું. કોવિડના ચેપન કારણે બાંગલાદેશમાં ઓપરેશન કરવું શક્ય નહતું. દર્દી પર કેમોથેરપી હાથ ધરવામાં આવી હતી. અનેક વાર કેમોથેરપી કરવા છતાં ગાંઠની સાઇઝ યથાવત રહી.

જાન્યુઆરી મહિનામાં દર્દીને અપોલો કેન્સર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ નિદાન કર્યું કે, બંને ફેફસા (રાઇટ લોઅર લોબમાં એક, લેફ્ટ અપર લોબમાં એક અને લેફ્ટ લોઅર લોબમાં બે)માં કેન્સર ફેલાઇ ગયું છે, જેને કારણે બાયલેટરલ લંગ મેટાસ્ટેટિસ થયું છે.

આ અંગે બોલતા અપોલો કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ થોરાસિક ઓન્કોલોજિસ્ટ ડો. ખાદેર હુસૈને જણાવ્યું કે, “દર્દીના બંને ફેફસામાં મેટાસ્ટેટિસ હતું એ અમારા માટે પડકાર હતો. દર્દી અને પરિવાર સાથે વિગતવાર ચર્ચા કરીને અમે બાયલેટરલ VATS મેટાસ્ટેટેક્ટોમી કરી, જેમાં લંગ લોબેક્ટોમીના લેફ્ટ લોઅર લોબનો પણ સમાવેશ થાય છે. સર્જરી કર્યાના બે દિવસની અંદર દર્દી સાજો થઈ ગયો અને સ્ટેબલ કન્ડીશન સાથે રજા પણ આપી દેવામાં આવી.”

અપોલો હોસ્પિટલ ગ્રુપના વાઇસ ચેરમેન પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “WHOના આંકડા પ્રમાણે 2020માં 13 લાખથી વધુ લોકોને કેન્સર થયું હતું, જેમાંથી 8.5 લાખ લોકોનાં મોત થયાં હતાં. લેટેસ્ટ ટેકનોલોજીની શોધ અને કેન્સર દર્દીનાં હેલ્થકેરમાં સુધારો થવાથી અપોલો હોસ્પિટલ ભારતમાં કેન્સર સામેની લડાઈમાં અગ્રેસર રહી શકી છે.

અપોલો કેન્સર સેન્ટર્સ કોવિડના સમયગાળામાં જરૂરી પગલાં ભરીને અને નિયંત્રણ રાખીને કેન્સરના દર્દીઓ માટે હોસ્પિટલોને સલામત રાખવા તમામ સંભવિત પગલાં લઇ રહી છે.”

ટ્યુબલેસ VATSપ્રોસીજર ફેફસાના કેન્સરની સારવારમાં ગેમ ચેન્જર છે કારણ કે તે વધુ કોમ્પ્લિકેશન્સ ધરાવતા દર્દીઓમાં પણ સારી અને ઝડપી રિકવરી કરે છે અને કેટલાંક દર્દીમાં ડે સર્જરી તરીકે પણ હાથ ધરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.