કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી કન્ફર્મ ટીકીટના નામે રૂપિયા પડાવતાં ચાર ગઠીયા ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશને આવેલા મહેસાણાના યુવક પાસેથી કન્ફર્મ ટીકીટ અપાવવાનું કહીને રૂપિયા પડાવીને ભાગવા જતાં ચાર ગઠીયાને રેલ્વે પોલીસે ઝડપી લીધા છે ગઠીયા રૂપિયા લઈ જવાનો પ્રયત્ન કરતા સતર્ક યુવકે બુમાબુમ કરી મુકતા તેમને ઝડપી શકાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે રામલુરામ ચૈતુ મુરીયા મૂળ છતીસગઢના વતની છે જે ચાર મહીનાથી મહેસાણા ખાતે ખાનગી નોકરી કરે છે. ૧૮ વર્ષીય રામલુરામને વતન જવાનું હોવાથી બુધવારે તે કાલુપુર રેલ્વે સ્ટેશનની ટીકીટ બારી આગળ ઉભા હતા ત્યારે બપોરે ૩ વાગ્યાના સુમારે એક ઈસમે મેરે મામા રેલ્વે સ્ટેશન પર ટીકીટ કાટતે હે વો હાવડા કા રીઝર્વેશન ટીકીટ કરા દેગે તેમ કહીને રામલુરામને મુસાફરખાનામાં લઈ ગયો હતો
જયાં બીજા ત્રણ ઈસમો આવ્યા હતા અને ચારેયે હમે ૧પ૦૦ રૂપિયા દો ટીકીટ લેકર આતે હે કહી રૂપિયા લઈ જતાં હતા જાેકે રામલુરામને પોતાની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતાં ચારેયને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ભાગવા લાગતા રામલુરામે બુમાબુમ કરી હતી જેથી સાદા કપડામાં હાજર પોલીસે તુરંત ચારેયને ઝડપી લીધા હતા જેમાં બબલુદાસ (રપ) અરવિંદ મહંતો (ર૪), રોશન મહંતો અને ચંદન પાસવાન (ચારેય મુળ બિહારના અને હાલ મુકેશનગર, ઓઢવ) સામેલ છે. રેલ્વે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.