તેલંગનાની માનસાએ મિસ ઈન્ડિયા ૨૦૨૦નો ખિતાબ જીત્યો
મુંબઈ, તેલંગાના ની ૨૩ વર્ષીય માનસા વારાણસી અત્યારે સાતમા આસમાન પર છે. ૫૭મા ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૦ સ્પર્ધામાં તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી લીધો છે. હવે, તે ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ડીસેમ્બર ૨૦૨૧ માં યોજાનારા ૭૦મી મિસ વર્લ્ડ કોમ્પીટીશનમાં માનસા વારાણસી ભારતને રીપ્રેસેન્ટ કરશે. 23-year-old Mansa Varanasi of Telangana became Miss India 2020
માનસા વારાણસી અત્યારે ફાઈનાન્સ ઈન્ફોર્મેશન એક્સચેન્જ એનાલીસ્ટ તરીકે કામ કરી રહી છે. તે વર્ષ ૨૦૨૦ માં મિસ તેલંગાના નો ખિતાબ પણ જીતી ચૂકી છે. માનસા બોલીવુડથી હોલીવુડમાં પ્રયાણ કરી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને તેની આઈડલ માને છે.
૨૮ ફેબ્રુઆરીએ ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધાની ફાઈનલ એપિસોડનું ટેલીકાસ્ટ કરવામાં આવશે. આ સ્પર્ધા જીત્યા બાદ, તેને સપોર્ટ કરવા બદલ, માનસાએ ખાસ કરીને તેના પરિવારજનોનો આભાર માન્યો હતો.