હું બંગાળથી મમતા સરકારને ઉખાડવા માટે આવ્યો છું : શાહ
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાની પૂરી તાકાત બંગાળમાં લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સતત બંગાળના પ્રવાસ કરી બીજેપીને મજબૂત કરવામાં લાગી ગયા છે.
ગૃહ મંત્રી અમિત શાહે ફરી એક વાર મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, હું બંગાળમાં મમતા સરકારને ઉખાડવા જ આવ્યો છું.
સંભાળવા માટે નથી આવ્યો. અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર ત્યારે આવી શકે છે જ્યારે ટીએમસીની સરકારને રાજ્યથી ઉખાડી ફેંકવામાં આવે. તેઓએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યની સરકાર અસ્થિર થઈ ગઈ છે. જનતા આ સરકારને વહેલી તકે ઉખાડી ફેંકવા માંગે છે.
તેઓએ કહ્યું કે અમારે દીદી સામે કોઈ પણ પ્રકારનો કડવાશભર્યો સંબંધ નથી પરંતુ તેમના રાજ્યમાં જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને જાેયા બાદ ગુસ્સો આવે છે. આ જ કારણ છે કે આ વખતે અમે પ્રણ લીધા છે
કે રાજ્યથી ટીએમસીને બહારનો રસ્તો બતાવીને રહીશું. અમિત શાહે કહ્યું કે, અમે બંગાળની હાલની સ્થિતિને પૂરી રીતે બદલવા માંગું છું. તેઓએ કહ્યું કે પરિવર્તન યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર રાજ્યની મુખ્યમંત્રી કે સત્તાને બદલવા પૂરતો મર્યાદિત નથી. અમારો ઉદ્દેશ્ય છે કે બંગાળમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કોઈ પણ રાજ્યમાં પરિવર્તન ત્યારે આવે છે
જ્યારે દરેક વ્યક્તિની અંદર ઈચ્છા અને આકાંક્ષાઓ જગાડવાનું કામ કરવામાં આવે. લોકતાંત્રિક રીતે જે ખોટું ચાલી રહ્યું છે તેને રોકવાનું છે અને સારું કામ કરવાનું છે. ગૃહ મંત્રીએ બંગાળમાં પરિવર્તન યાત્રા દરમિયાન આયોજિત રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આ વખતે બીજેપી બંગાળમાં ૨૦૦થી વધુ સીટ જીતશે.
અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી બંગાળને નીચે લઈ ગયાં. સભામાં ઉપસ્થિત લોકોને અમિત શાહે અપીલ કરી કે ૧૦ વર્ષ સુધી ્સ્ઝ્રને તક આપી. એક તક નરેન્દ્ર મોદી પીએમને આપો.