કોરોનાનો ચેપ બાદ મહિલાની ત્રણ આંગળી કાપવી પડી
નવી દિલ્હી: કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ એક મહિલાને તેની ત્રણ આંગળી ગુમાવવી પડી છે. કોરોનાનો ચેપ લાગવાના કારણે તેની હાથની ત્રણ આંગળીઓની નસો ખરાબ થઈ ગઈ હતી. અહેવાલ પ્રમાણે એક મેડિકલ જર્નલમાં ૮૬ વર્ષીય મહિલાની આંગળીઓની તસ્વીર પ્રકાશિત કરવામાં આવી છે જેમાં જાેવા મળે છે કે તેના હાથની આંગળીઓ કાળી પડી ગઈ હતી. ઈટાલીમાં જે ડોક્ટરોએ મહિલાની આંગળીઓ કાપી હતી તેમણે આને કોરોનાની ગંભીર અસર ગણાવી હતી.
કોવિડના ઘણા દર્દીઓમાં લોહીની નસોને ગંભીર નુકસાન પહોંચે છે. નસોમાં બ્લોકેજ કરે છે જેનાથી લોહીની ગાંઠો થઈ જાય છે. જાેકે, નિષ્ણાતોને પણ ખ્યાલ આવ્યો નથી કે કોરોના વાયરસથી નસોમાં શા માટે બ્લોકેજ થાય છે. એવી એક થિયરી છે કે ઈમ્યુન ઓવરરીએક્શનના કારણે આવું થઈ શકે છે જેને સાયટોકિન સ્ટોર્મ કહેવાય છે જેમાં શરીર હેલ્ધી ટિસ્યુ પર હુમલો કરે છે. માનવામાં આવી રહ્યું છે કે ઈટાલીની આ મહિલા દર્દીને બ્લડ ક્લોટ્સ થયા હતા
જેના કારણે તેની આંગળીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. જાેકે, કોરોનાના દર્દીની આંગળીઓ કાપવી પડી હોય તેવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ કેલિફોર્નિયામાં એક ૫૪ વર્ષીય પુરૂષ દર્દીની પણ બે આંગળીઓ કાપવી પડી હતી. ઈટાલિયન મહિલાનો કેસ યુરોપિયન જર્નલ ઓફ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જરીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ગત માર્ચમાં તેને લોહી પાતળુ થવાની દવા આપવામાં આવી હતી કેમ કે ડોક્ટોરના ધ્યાનમાં આવ્યું હતું કે તેના હ્રદયમાં લોહીનો પૂરતો પૂરવઠો જઈ રહ્યો નથી. હ્રદયમાં પૂરતું લોહી ન પહોંચવાના કારણે હાર્ટએટેક કે સ્ટ્રોકનો હુમલો થઈ શકે છે.