ઇસરોએ બે ખાનગી કંપનીના સેટેલાઇટ ટેસ્ટ કરી ઇતિહાસ રચ્યો

પ્રતિકાત્મક
નવીદિલ્હી, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ પોતાના ૫૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પોતાના સેટેલાઇટ સેંટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યુ છે ભારતીય સ્ટાર્ટ અપ્સના બે સેટેલાઇટ સ્પેસક્ડિ્ઝ ઇન્ડિયા અને પિકસલના ઇસરોના યુઆર રાવ સેટેલાઇટ કેન્દ્રમાં પરીક્ષણ થયું આવું ત્યારે થયું છે.
જયારે ભારતે ગત વર્ષ જુનમાં પોતાના અંતરિક્ષ વિસ્તારને ખાનગી કંપનીને ખોલવાની જાહેરાત કરી હતી.તેના માટે એક સ્વતંત્ર એકમ,ભારતીય રાષ્ટ્રીય અંતિરક્ષ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી આ સંસથાન ફકત ખાનગી ક્ષેત્રની અંતરિક્ષ ગતિવિધિની દેખભાળ કરશે એટલું જ નહીં ઇસરોની સુવિધાઓને સંભાળવા અને સંયુકત કરવાનું પણ કામ કરશે